ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: PM મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

  • કેવડિયા કોલોનીમાં એકતા દિવસની ઉજવણી
  • વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા SOU પર પુષ્પવર્ષા કરવામાં આવી
  • અમદાવાદ-કેવડિયા વચ્ચે શરૂ થનારી સાપ્તાહિક હેરિટેજ ટ્રેનનો પ્રકલ્પ

ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન મોદી આવ્યા છે. જેમાં આજે બીજા દિવસે PM મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી છે. તેમજ કેવડિયા કોલોનીમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા SOU પર પુષ્પવર્ષા કરવામાં આવી છે. તેમજ વડાપ્રધાનના હસ્તે આજે હેરિટેજ ટ્રેનની શરૂઆત કરાશે.

કેવડિયા કોલોનીમાં એકતા દિવસની ઉજવણી

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં ગઇકાલે અંબાજી ખાતે મંદિરે દર્શન પૂજા કરી હતી. તથા મહેસાણાના ખેરાલુમાં જંગીસભાને સંબોધીત કરી રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તથા આજે સરદાર જયંતી છે. તેથી કેવડિયા ખાતે PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી છે. કેવડિયા કોલોની ખાતે એકતા દિવસની ઉજવણી થઇ રહી છે. PM મોદી એકતા પરેડમાં પહોચ્યા છે. PM મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડની શરૂઆત થઇ છે. કેવડિયાથી વળતાં વડોદરામાં PM મોદીનો જૂજ મિનિટનો હોલ્ટ છે. તથા પરેડમાં પાંચ ભાજપ શાસિત રાજ્યોની પોલીસ સામેલ થઇ છે. સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવશે.

સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવ્યા

વડાપ્રધાન મોદી બપોરે 1:10 કલાકે વડોદરા એરપોર્ટ ઉપર આવી ત્યાં માત્ર 10-15 મિનિટના રોકાણ બાદ તુર્ત જ સ્પેશિયલ એરક્રાફ્ટ મારફત પરત જવાના છે. તેઓ આજે અમદાવાદથી કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે 8 વાગે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એકતા દિનના કાર્યક્રમોમાં સામેલ થયા છે. જ્યાં તેઓ અર્ધ લશ્કરી દળો તથા ભાજપશાસિત પાંચ રાજ્યોની પોલીસ દ્વારા યોજાનારી પરેડની સલામી પણ ઝીલી છે. તથા દેશની એકતાના સંદર્ભમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને એકતાના શપથ પણ લેવડાવ્યા છે. તેઓના જાહેર પ્રવચન માટે કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિરૂપ કિલ્લો ઊભો કરાયો છે. એકતાનગર ખાતેથી તેઓ રૂ.196 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં અમદાવાદ-કેવડિયા વચ્ચે શરૂ થનારી સાપ્તાહિક હેરિટેજ ટ્રેનનો પ્રકલ્પ પણ સામેલ છે. બાદ તેઓ ત્યાંથી બપોરે 1:10 કલાકે તેમના છેલ્લા રોકાણ સ્થાને વડોદરા પહોંચવાના છે.

Back to top button