ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સરાહનીય કામગીરી બદલ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત

Text To Speech
  • IMA દ્વારા GIMACOM 23 એવોર્ડ આપ્યો

પાલનપુર : ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સામાજિક અને મેડિકલ ક્ષેત્રે સુંદર કામગીરી માટે ભાવનગર ખાતે યોજાયેલી GIMACON 23 કોન્ફ્રેન્સમાં બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અનેકવિધ સામાજિક તેમજ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવે છે.

ઇન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ, વર્લ્ડ કેન્સર ડે, ડોક્ટર દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ જેવા દિવસોની ઉજવણી કરી સામાજિક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અંગદાન જનજાગૃતિ અભિયાન ચલાવી અંગદાન કરવા બ્રાન્ચ દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે.

હૃદય રોગના હુમલાઓ વધી રહ્યા છે ત્યારે કુત્રિમ શ્વાસોશ્વાસ કેવી રીતે આપી શકાય તે વિશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર CPR અંગે તાલીમ આપવામાં આવી છે. આમ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. ત્યારે તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલા એવોર્ડ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં સુંદર કામગીરી માટે ડીસા મેડિકલ એસોસિયેશનને GIMACON 23 એનાયત કરવામાં આવ્યો છે.

આ બાબતે ડીસા મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડોક્ટર તપનભાઈ ગાંધી અને સેક્રેટરી ડોક્ટર દીપકભાઈ પવારએ જણાવ્યું કે, અમારા માટે અને સમગ્ર ડીસા માટે આ ગૌરવની બાબત છે. સમગ્ર ગુજરાતમાં સુંદર કામગીરી માટે એસોસિયેશનને એવોર્ડ મળ્યો તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. આપના સાથ સહકારથી જ અનેકવિધ કાર્યક્રમો શક્ય બન્યા છે. આગામી દિવસોમાં હજુ સારી કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો : વડાપ્રધાને ઉત્તર ગુજરાતમાં વિવિધ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

Back to top button