ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી

Text To Speech

પાલનપુર: દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-૨૦૨૩ના પારિતોષિક એનાયત કરવામાં આવશે. વર્ષ-૨૦૨૩ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

  1. શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ,
  2. દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
  3. દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસ્મેન્ટ ઓફીસર્સ.

ઉપરોક્ત દર્શાવેલ કેટેગરીમાં આવતા ઉમેદવારોએ પારિતોષિક મેળવવા માટે અરજીનો નમૂનો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુરએથી અથવા તો તાલીમ ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી “વિનામૂલ્યે” મેળવી શકાશે.

ઉમેદવારે શું સાથે લાવવાનું રહેશે ?

અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે.

નોકરીદાતાએ શું બિડાણો કરવાના રહેશે ?

નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે.

અરજી કઈ જગ્યાએ અને કયાં સુધી જમા કરાવાની રહેશે ?

ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં રોજગાર વિનિમય કચેરી પાલનપુરને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોડમાં મોડા તારીખ તા.૩૦/૧૧/૨૦૨૩ સુધી મોકલી આપવાના રહેશે.

અધુરી વિગત વાળી અરજી ધ્યાને લેવાશે નહીં

અધુરી વિગત વાળી/ નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર કચેરી પાલનપુરનો સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો: ખેડૂતોને કમલમ ફળની ખેત પદ્ધતિ વિશે શિક્ષિત કરવામાં આવશે

Back to top button