ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આસામમાં પૂરનો પ્રકોપ ! જાણો- કેમ કરાઈ 2 લોકોની ધરપકડ ?

Text To Speech

આસામમાં પૂરનો કહેર યથાવત છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 179 લોકોના મોત થયા છે. અનેક લોકો બેઘર બન્યા છે. આસામમાં પૂરનો સૌથી વધુ વિનાશ કચર જિલ્લામાં જોવા મળ્યો છે. પૂરના પાણીને કારણે કચર જિલ્લામાં સૌથી વધુ વિનાશ થયો છે. પોલીસ અને NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

aasam flood

આસામ પોલીસે કચર જિલ્લામાં બરાક નદીના પાળા તોડવાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ મામલામાં બે લોકોની અટકાયત કરી છે. આરોપ છે કે તેઓએ જાણી જોઈને બરાક નદી પરનો બંધ તોડ્યો, જેના કારણે સિલચર શહેરમાં પૂર આવ્યું.

રિપોર્ટ અનુસાર જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની ઓળખ મિથુ હુસૈન લશ્કર અને કાબુલ ખાન તરીકે થઈ છે. કચરના પોલીસ અધિક્ષકે આ વાતની પુષ્ટિ આપી છે કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસે આ ઘટનામાં બંનેની ભૂમિકા વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.

આસામના CMએ વ્યક્ત કરી હતી શંકા

તમને જણાવી દઈએ કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે આ પૂર માનવ સર્જિત છે, અને આ મામલામાં દોષિતોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કાબુલ ખાને બંધ તોડવાનો વીડિયો બનાવ્યો હતો જેમાં તેનો અવાજ સંભળાયો હતો. સીએમ હિમંતા બિસ્વાએ કચરની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોને વાયરલ વીડિયો બતાવ્યો હતો. તેણે લોકોને વીડિયોમાં અવાજ ઓળખવા કહ્યું. જે બાદ કાબુલ ખાનની ઓળખ થઈ હતી.

CIDને તપાસ સોંપાઈ

અહેવાલ મુજબ, બંધના ભંગ માટે કુલ છ લોકો જવાબદાર છે. આ મામલાની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે તેની તપાસ CIDને સોંપી છે. આ કેસમાં કેસ નોંધ્યા બાદ CIDએ તેની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવવાની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, 24 મેના રોજ, સિલચરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા બેથુકાંડીમાં સહિજન નદીના બંધને તોડવા બદલ ત્રણ અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આસામમાં જૂન મહિનામાં મુશળધાર વરસાદ બાદ નદીના પાળા તૂટવાને કારણે પૂરના પાણી સિલ્ચરમાં પ્રવેશ્યા હતા. જેના કારણે સિલચરમાં લગભગ એક લાખ લોકો પૂરના પાણીથી પ્રભાવિત થયા હતા.

Back to top button