વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂત
વૈશ્વિક બજારના મજબૂત સંકેતો બાદ મંગળવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 266.44 પોઈન્ટના વધારા સાથે 53,501 પર ખુલ્યો હતો. જ્યારે 50 પોઈન્ટનો નિફ્ટી 15,909.15 પર ખુલ્યો હતો.
સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો
બીજીબાજુ વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળી રહ્યા છે. સોમવારના રોજ અમેરિકન બજાર બંધ રહ્યા પરંતુ એશિયન બજારોએ સારું પ્રદર્શન કર્યું. ડાઉ ફ્યુચર્સમાં 100 અંકની તેજી જોવા મળી હતી. સાઉથ કોરિયામાં મોંઘવારીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને તે 6 ટકા પર જતી રહી છે.
સોમવારના રોજ બજારની સ્થિતિ
આની પહેલાં સોમવારના રોજ ત્રણ દિવસના ઘટાડા બાદ સ્થાનિક શેરબજાર તેજીની સાથે બંધ રહ્યા. ટ્રેડિંગ સેશનના અંતમાં સેન્સેકસ 326.84 અંક વધીને 53234.77ની સપાટી પર બંધ રહ્યો. જ્યારે નિફટી 83 અંક વધીને 15835.35ની સપાટી પર પહોંચી ગયો.