ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં મહિલાઓની સલામતી: ઑલ ઈઝ NOT વેલ

Text To Speech

અમદાવાદ, 30 ઑક્ટોબરઃ અમદાવાદમાં ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં દરરોજ અભયમ 181 હેલ્પલાઈન પર સરેરાશ 270 કરતાં વધુ કૉલ અથવા દર પાંચ મિનિટે એક કૉલ આવે છે. માહિતી અનુસાર, 30 સપ્ટેમ્બર સુધી અભિયમ હેલ્પલાઈન નંબર પર ઘરેલું હિંસાના 70 હજાર કરતાં વધુ કૉલ પ્રાપ્ત થયા છે. લગ્નેત્તર સંબંધોમાં કડવાશ, તણાવ, શારીરિક શોષણ અને નબળી આર્થિક સ્થિતિને ઘરેલું હિંસા માટે જવાબદાર ગણવામાં આવે છે. મહત્વની વાત એ સામે આવી છે કે કોરોના સમયગાળા બાદ આ કોલ્સમાં અંદાજે 40%નો વધારો થયો છે. એમ કહી શકાય કે દર પાંચ મિનિટે કોઈ મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે.

દૈનિક કૉલમાં 40% થી ઉપર વધારો થયો

આ આંકડા ફક્ત કૉલ્સના છે. પરંતુ આવા અનેક કિસ્સા સામે આવતા હોય છે જે સામાજિક દબાણના કારણે બહાર આવતા નથી. કોવિડના સમયગાળામાં વર્ષ 2020 અને 2021માં અનુક્રમે સરેરાશ 180 અને 200 કરતાં વધુ દૈનિક કૉલ્સ નોંધાતા હતા. ટૂંકમાં કહી શકાય કે, આ સમયગાળ દરમિયાન હિંસાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે પતિ-પત્ની આખો દિવસ ઘરે રહેતા હતા. જેને લઈ કોઈપણ વાતમાં સંમતિ ન બનતા બંને વચ્ચે ઝઘડો હતો. જોકે, કોવિડ પછી પણ આ કેસોમાં વધારો ચિંતા તરફ દોરી જાય છે. ટૂંકમાં રાજ્યમાં 2021ની તુલનામાં સપ્ટેમ્બર 2023 સુધી 25% થી ઉપર વધારો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 2021 અને 2023ની વચ્ચે સરેરાશ દૈનિક કૉલમાં 44% જેટલો વધારો થયો છે.

2022માં અભયમ 181 હેલ્પલાઈન પર મહિલાઓ અથવા તેમના સંબંધીઓએ ઘરેલુ હિંસા સામે મદદ મેળવવા માટે સૌથી વધુ આ હેલ્પલાઈન પર ફોન કર્યા હતા. 2022માં 87,000થી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2020 પછી ઘરેલુ હિંસાની ફરિયાદો વધી છે. જેમાં ઘરેલુ હિંસા માટે નાણાકીય તકલીફ હંમેશા મુખ્ય કારણ છે, પરંતુ લગ્નેતર સંબંધો, તણાવ અને ઘરેલુ ઝઘડા જેવા અન્ય પરિબળો પણ ઝઘડાના મહત્વના કારણોમાંના એક હોવાનું માનવામાં આવે છે. પોલીસ કહે છે કે નોંધાયેલા એક કેસની સામે, ઘણા એવા કેસ હશે જેની જાણ ન થઈ હોય. આ મામલે મહિલાઓને જાગૃત બની ફરિયાદ કરવા તેમજ કાનૂની ઉપાયોની મદદ લેવા સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ઘરેલુ હિંસાના કેસમાં મહિલાઓને હાઇકોર્ટે આપી મોટી રાહત

Back to top button