નવેમ્બર મહિનામાં પાંચ ગ્રહોની હલચલથી પાંચ રાશિઓને ‘શુભ-લાભ’
- નવેમ્બરમાં અનેક મોટા ગ્રહો થોડા સમયના અંતરે રાશિ પરિવર્તન કરશે. આ ગ્રહોના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓ પર શુભ પ્રભાવ પડશે. જાણો તેમાં તમારી રાશિ છે કે નહીં?
નવેમ્બર મહિનો ગ્રહ-નક્ષત્રની સ્થિતિને જોતા અત્યંત શુભ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં શુક્ર, બુધ અને મંગળ સહિત અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. જે તમામ 12 રાશિઓ પર અસર કરશે. 3 નવેમ્બરના રોજ શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે. 4 નવેમ્બરે શનિ કુંભ રાશિમાં માર્ગી થશે, 6 નવેમ્બરે બુધનો વૃશ્વિક રાશિમાં પ્રવેશ થશે. 16 નવેમ્બરે મંગળનું વૃશ્ચિક રાશિમાં ગોચર થશે, 17 નવેમ્બરે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર અને 27 નવેમ્બરે બુધ ફરી વખત ગોચર કરીને ધન રાશિમાં પ્રવેશશે. અંતમાં 30 નવેમ્બરના રોજ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. નવેમ્બરમાં અનેક મોટા ગ્રહોના રાશિ પરિવર્તનથી અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો અત્યંત શુભ રહેવાનો છે. આ મહિનામાં તમારી આર્થિક સ્થિતિ પ્રબળ બને તેવા યોગ છે. ધનના અનેક અવસર સામે આવશે. કાર્યસ્થળ પર કાર્યોમાં સફળતા અને ઉચ્ચાધિકારીઓની પ્રશંસા પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે.
કન્યા
કન્યા રાશિના લોકો માટે આ મહિનો અત્યંત લાભકારી રહેશે. આ મહિને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી કરી રહેલા લોકોને સુખદ સમાચાર મળવાની શક્યતાઓ છે. ગ્રહોની સ્થિતિ કાર્યોમાં સફળતા અને કરિયરમાં બઢતીના નવા રસ્તાઓ ખોલશે.
ધન
ધન રાશિના લોકો માટે નવેમ્બર મહિનો કોઇ વરદાનથી ઉતરતો નથી. નવેમ્બરમાં ધન રાશિના લોકોને પરિવારનો પૂરો સહયોગ મળશે. તમને મહેનતનું પરિણામ મળશે. આરોગ્ય સારું રહેશે. સંતાન તરફથી પણ સારા સમાચાર મળશે.
મકર
મકર રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો શુભ રહેશે. આ મહિનામાં તમે અંગત અને વ્યવસાયી જીવનમાં સંતુલન કરી શકશો. તમારા ગ્રહોની સ્થિતિથી તમને ધનલાભ થશે. વડીલોના આશીર્વાદ મળશે. યાત્રાના યોગ બનશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે.
કુંભ
કુંભ રાશિના લોકો માટે નવેમ્બર મહિનો ધનની બાબતમાં અત્યંત શુભ સાબિત થશે. આ દરમિયાન તમારે કોઇ પરેશાનીનો સામનો નહીં કરવો પડે. શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શુભ સમય રહેશે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે.