કેરળ બોંબ વિસ્ફોટના ભેદભરમ અને થયો ખુલાસો આ ચિંતાજનક સત્યનો
- કોણ છે યહોવાહ વિટનેસ સંપ્રદાયના લોકો જે મતદાન પણ કરતા નથી કે સેનામાં પણ જોડાતા નથી?
- યહોવાહ વિટનેસ સમુદાયની પ્રાર્થના સભામાં થયેલા વિસ્ફોટથી કેરળથી દિલ્હી સુધી હલચલ મચી ગઈ
કેરળ, 30 ઓકટોબર : કેરળના એર્નાકુલમમાં યહોવાહ વિટનેસ (Jehovah Witnesses) જેના સમુદાયના એક વ્યક્તિએ તેના જ સમુદાયના સંમેલન કેન્દ્રમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કર્યા હતા. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. તેણે પોતે ગુનો કર્યો હોવાનો દાવો કર્યો હતો. તેને કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “તે સમુદાયની વિચારધારા સાથે સહમત નથી. આ ઘટનાએ કેરળથી લઈને દિલ્હી સુધી હલચલ મચાવી દીધી છે.” આ ઘટના બાદ હવે યહોવાહ વિટનેસ સમુદાય વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે, તે કયો સમુદાય છે અને ભારતમાં તેની વસ્તી કેટલી છે. આ સિવાય દુનિયાભરમાં તેમની ગતિવિધિઓની પણ ચર્ચા થઈ રહી છે. તો ચાલો તમને જણાવીએ કે યહોવાહ વિટનેસ સમુદાય શું છે?
યહોવાહ વિટનેસએ ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય છે. વાસ્તવમાં, 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતની કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓની સંખ્યા 2.4 ટકા એટલે કે લગભગ 2.8 કરોડ છે. પરંતુ આમાં ફક્ત 60 હજાર યહોવાહ વિટનેસ સમુદાયના લોકો છે. તેનો અર્થ એ કે આખા ભારતમાં યહોવાહ વિટનેસની વસ્તી એક લાખથી પણ ઓછી છે. સમગ્ર વિશ્વના તમામ યહોવાહ વિટનેસમાંથી, આ તેમની વસ્તીના માત્ર 0.002 ટકા છે. તેમના વિશે એવી ઘણી વાતો ચાલી રહી છે, જેને જાણીને તમે ચોંકી જશો. પરંતુ દરેક બાબત પાછળ કેટલાંક કારણો છુપાયેલાં હોય છે.
યહોવાહ વિટનેસ સમુદાયના લોકો યુદ્ધ (રક્તપાત) ઇચ્છતા નથી !
અહેવાલ મુજબ, ખ્રિસ્તી ધર્મના યહોવાહ વિટનેસ સંપ્રદાયના લોકો લશ્કરી સેવામાં જોડાતા નથી. આ સમુદાયના લોકો રાષ્ટ્રગીત પણ સાંભળતા નથી, તો મતદાન પણ કરતા નથી. તેની પાછળ પણ અનેક તર્ક વિતર્કો રહેલા છે. દાખલા તરીકે, લશ્કરી સેવામાં ન જોડાવા પાછળનું એક કારણ એ છે કે, યહોવાહ વિટનેસ સમુદાયના લોકો હિંસાને ખરાબ માને છે. તેઓ માને છે કે, જો તેઓ સૈન્યમાં જોડાશે, તો તેઓએ તેમના પાડોશીઓ અથવા અન્ય કોઈ દેશ સામે શસ્ત્રો ઉપાડવા પડશે, જે યુદ્ધ (રક્તપાત) તરફ દોરી જશે, અને સમુદાય હિંસાનો સખત વિરોધ કરે છે. જેઓ સમુદાયને અનુસરે છે તેઓ પણ માને છે કે, તેમની નિષ્ઠા ફક્ત ભગવાન પ્રત્યે છે, જે વાસ્તવિક સરકાર(દુનિયા) ચલાવે છે.
આ સમુદાય પોતાના સમુદાયમાં જ ગાઢ સંબંધો જાળવી રાખે છે
અહેવાલ મુજબ, જે લોકો યહોવાહ વિટનેસ સમુદાયનો ધર્મ છોડી દે છે તેમને ઘણા તિરસ્કારનો સામનો કરવો પડે છે. તેમના માતાપિતા, ભાઈ-બહેન અને મિત્રોને પણ તેમની સાથેના તમામ સંબંધો તોડી નાખવાની સૂચના આપવામાં આવે છે. આ સમુદાયના લોકો મોટે ભાગે યહોવાહ વિટનેસ સાથે જ ગાઢ સંબંધો ધરાવે છે. તેનો પરિવાર પણ તેને આ માટે પ્રોત્સાહિત કરે છે. યહોવાહ વિટનેસ સમુદાયના અનુયાયીઓ એમ માને છે કે, શૈતાન જગતને નિયંત્રિત કરે છે. તે લોકોને ગેરમાર્ગે દોરવા અને ભ્રષ્ટાચાર કરવા માટે ધર્મો, સરકારો, વ્યાપારી સંસ્થાઓનો ઉપયોગ કરે છે.
આ સમુદાય ખ્રિસ્તી ધર્મના ઘણા તહેવારોની પણ ઉજવણી કરતો નથી !
અહેવાલ મુજબ, યહોવાહ વિટનેસ સમુદાય ખ્રિસ્તી ધર્મના ઘણા તહેવારો પણ ઉજવતા નથી જે અન્ય ખ્રિસ્તી સમુદાયના લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. જેમ કે, તેઓ મધર્સ ડે, વેલેન્ટાઇન ડે અને હેલોવીન પણ ઉજવતા નથી. એટલું જ નહીં, યહોવાહ વિટનેસ ક્રિસમસ અને ઇસ્ટર જેવા ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધિત રીતિ-રિવાજોમાં પણ માનતા નથી. તેઓ માને છે કે, આ રિવાજો મૂર્તિપૂજક છે. રિપોર્ટ અનુસાર, યહોવાહ વિટનેસ સમુદાય લોહીની આપ-લેને પણ યોગ્ય માનતા નથી. તે આ પાછળ બાઈબલના નિયમો ટાંકે છે. તેઓ કહે છે કે, “લોહીથી દૂર રહેવાની ઈશ્વરની ઈચ્છા છે.” સમુદાય કહે છે કે, “તેઓ ભગવાનની દરેક આજ્ઞાનું પાલન કરે છે અને જીવન આપનાર તરીકે તેમનો આદર કરે છે.”
ભગવાન અને માણસ વચ્ચે લડાઈ થશે !
યહોવાહ વિટનેસ સમુદાયના લોકો માને છે કે, “દુનિયાનો અંત બહુ નજીક છે. આ દુનિયાનો કોઈપણ દિવસે અંત આવી શકે છે. સમુદાયના લોકો વૈશ્વિક સંઘર્ષો, ISIS અને કુદરતી આફતોને એવા સંકેત તરીકે બતાવે છે કે, “આપણે સર્વનાશની અણી પર છીએ.” તેઓ માને છે કે “ ભગવાન આર્માગેડન અને માનવ સરકાર વચ્ચે ઘાતકી અને લોહિયાળ યુદ્ધ થશે અને દુષ્ટ માનવજાતનો આખરે વિનાશ થશે. બીજી મહત્ત્વની બાબત એ છે કે યહોવાહ વિટનેસ સમુદાયના લોકોએ નર્કમાં માનતા નથી.
આ પણ જાણો :દિવાળી આવી, ફટાકડાના ધૂમાડાથી બચવા અસ્થમાના દર્દીઓ રાખે કાળજી