ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

“ક્રિકેટ સાથે મારે કોઈ સંબંધ નથી, વૉટ્સએપ મેસેજ પર વિશ્વાસ ન કરો” રતન ટાટાને કેમ આવું કહેવું પડ્યું ?

મુંબઈ, 30 ઑક્ટોબરઃ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન સામેની જીતની ઉજવણી કરતી વખતે અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને તેની છાતી પર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો, તેના બદલામાં ICC દ્વારા રાશિદ ખાનને 55 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.” જેની સામે એક બીજો મેસેજ પણ ફરતો થયો હતો કે ઉદ્યોગપતિ રતન ટાટાને ક્રિકેટર રાશિદ ખાનને આર્થિક મદદ કરી છે. આ રીતના સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યા હતા ત્યારે હવે ઉદ્યોગપતિ રતન ટાટાએ આ મુદ્દે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે.

  • ઉદ્યોગપતિ રતન ટાટાએ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને નાણાકીય ઈનામ ઓફર કર્યાના દાવાને નકારી કાઢતા તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક નિવેદન બહાર પાડ્યું છે.

ઉદ્યોગપતિ રતન ટાટાએ કહ્યું છે કે તેમનો ક્રિકેટ સાથે કોઈ સંબંધ નથી અને લોકોએ વોટ્સએપ ફોરવર્ડ પર વિશ્વાસ ન કરવો જોઈએ. તેમણે કહ્યું, “મેં ICC અથવા કોઈપણ ક્રિકેટ ફેકલ્ટીને કોઈપણ ક્રિકેટ સભ્યને કોઈપણ ખેલાડી પર દંડ કે ઈનામ અંગે કોઈ સૂચન કર્યું નથી. મારો ક્રિકેટ સાથે કોઈ સંબંધ નથી. કૃપા કરીને આવા વોટ્સએપ ફોરવર્ડ્સથી દૂર રહો અને મારા સત્તાવાર પ્લેટફોર્મ પરથી મોકલવામાં આવતા સંદેશા પર જ વિશ્વાસ કરો અને બને ત્યાં સુધી વાયરલ વીડિયો પર વિશ્વાસ ન કરો.”

ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે ટાટાએ અફઘાન ખેલાડીને મદદ કરી હતી. એક યુઝરે 27 ઓક્ટોબરે લખ્યું, “હું રતન ટાટાને ક્રિકેટર રાશિદ ખાનને આર્થિક મદદ કરવા બદલ અભિનંદન આપું છું, જેને ICC દ્વારા પાકિસ્તાન સામેની જીતની ઉજવણી વખતે તેની છાતી પર ભારતીય ધ્વજ લહેરાવવા બદલ 55 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”

અન્ય એક યુઝરે દાવો કર્યો હતો કે, “પાકિસ્તાન સામેની જીતની ઉજવણી કરતી વખતે ICCમાં રાશિદ ખાન વિરુદ્ધ ફરિયાદ કરી હતી, ICCએ રાશિદ ખાનને 55 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જ્યારે રતન ટાટાએ રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.”

સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને ઉદ્યોગપતિ રતન ટાટાએ એક્સ હેન્ડલ પર ટ્વિટ કરીને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો: રિલાયન્સ જિયો 5G કોલ ડેટા ચાર્જમાં વધારો નહીં કરે

Back to top button