જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકવાદી હુમલો, યુપીના મજૂરને ગોળી મારી
જમ્મુ-કાશ્મીર, 30 ઑક્ટોબરઃ પુલવામામાં થયેલા આ આતંકવાદી હુમલામાં યુપીના મજૂરને ગોળી મારી હત્યા કરાઈ, હત્યા બાદ આ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસે દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી છે અને હુમલાખોરોની ધરપકડ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
#WATCH जम्मू-कश्मीर: पुलवामा में आतंकवादियों ने तुमची नौपोरा इलाके में एक मजदूर को गोली मार दी, जिसने बाद में दम तोड़ दिया। घटना के बाद सुरक्षा कड़ी कर दी गई है। pic.twitter.com/DiEjBYMhKL
— ANI_HindiNews (@AHindinews) October 30, 2023
જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલોઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ નૌપોરા વિસ્તારમાં ઉત્તર પ્રદેશના એક મજૂર પર ગોળીબાર કર્યો હતો, જેમાં તે મજૂર ઘાયલ થયો હતો, ત્યાર બાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયુ છે. મૃતક મજૂરનું નામ મુકેશ છે અને તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. આ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
#Terrorists fired upon one labourer identified as Mukesh of U.P in Tumchi Nowpora area of #Pulwama, who later on succumbed to his injuries. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 30, 2023
પુલવામામાં થયેલા આ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ એક્સન મોડમાં જોવા મળી રહી છે. નૌપોરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. અને નાકાબંધી કરીને હુમલાખોરોની શોધ કરવાનું કામ હાથ ધર્યું છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના બદાયુંમાં સ્કૂલ વાન સાથે બસ અથડાઇ, 2 બાળકો સહિત 3નાં મૃત્યુ