ટોપ ન્યૂઝટ્રાવેલવર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

AFG vs SL: અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 30મી મેચ અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં અફઘાનિસ્તાને ટોસ જીત્યો છે, અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

અફઘાનિસ્તાન અને શ્રીલંકા મેચના ખેલાડીઓ:

શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (C/W), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજયા ડી સિલ્વા, એન્જેલો મેથ્યુસ, મહેશ થિક્ષાના, કસુન રાજીથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશાનકા

અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (C), અઝમતુલ્લા ઓમરઝાઈ, ઈકરામ અલીખિલ (W), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી

પિચ રિપોર્ટ: ઉચ્ચ સ્કોરિંગ મેદાન

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ એક ઉચ્ચ સ્કોરિંગ મેદાન છે. આ મેદાન પર અત્યાર સુધી 8 ODI મેચ રમાઈ છે. તેમાંથી આઠ વખત 300+નો સ્કોર કરવામાં આવ્યો છે. જેથી આજની મેચમાં બેટ્સમેનોને રન બનાવવા સરળ રહેશે, આજે બેટ્સમેનો અહીં ધૂમ મચાવી શકે છે. વાત જ્યારે બોલિંગની આવે તો ફાસ્ટર્સને અહીં બોલિંગમાં વધુ મદદ મળતી જોવા મળી છે. આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેનારા તમામ ટોપ-5 બોલરો ફાસ્ટ બોલર છે.

POINTS TABLE:  

POINTS TABLE-HDNEWS
ફોટો– https://www.cricbuzz.com/

અફઘાનિસ્તાન અને શ્રીલંકામાં શું છે સ્થિતિ?

બંને ટીમો આ વર્લ્ડ કપમાં 5-5 મેચ રમી છે અને 2-2 મેચ જીતીને સેમિફાઇનલની રેસમાં છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ શ્રીલંકાએ છેલ્લી બે મેચમાં નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડને હરાવ્યું છે, જ્યારે અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ટીમને હરાવ્યું હતું. એકંદરે બંન્ને ટીમો સ્પર્ધામાં હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: લખનૌમાં શમી-બુમરાહના વાવાઝોડામાં અંગ્રજો ઉડ્યા, છઠ્ઠી જીત સાથે ભારતની સેમી ફાઈનલમાં એન્ટ્રી

Back to top button