ગુજરાત

ગુજરાત: દિવાળી પહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે આવી ખુશ ખબર

  • ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કનેક્ટિવિટીમાં વધારો થયો
  • લોકોને હવે ફ્લાઈટ માટે અમદાવાદના ધક્કા નહીં ખાવા પડે
  • દિલ્હી અને મુંબઈની 4 નવી ફ્લાઈટ મળી છે

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર માટે દિવાળી પહેલા માટે ખુશ ખબર આવી છે. જેમાં હીરાસર એરપોર્ટને નવી 4 ફ્લાઈટ મળી છે. તેમાં દિલ્હી અને મુંબઈની 4 નવી ફ્લાઈટ મળી છે. રાજકોટમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કનેક્ટિવિટીમાં વધારો થયો છે. ખાસ કરીને દિવાળી પહેલા આ એરપોર્ટને 4 નવી ફ્લાઈટ મળી છે જેનાથી લોકોને હવે ફ્લાઈટ માટે અમદાવાદના ધક્કા ખાવા પડશે નહિ.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં મુંબઇ કરતા મોંઘુ પાણી પી રહ્યાં છે રહીશો

ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી લોકોને હવેથી 4 નવી ફ્લાઇટ્સના ઓપશન્સ મળી જશે

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી લોકોને હવેથી 4 નવી ફ્લાઇટ્સના ઓપશન્સ મળી જશે. અત્યારની જો વાત કરીએ તો રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતેથી મુસાફરોને દિલ્હી, મુંબઈ, ગોવા, ઈન્દોર, બેંગ્લોર, ઉદયપુર અને સુરતની કુલ એમ 13 ફ્લાઈટ્સના વિકલ્પો અવેલેબલ હતા. જો કે તહેવારોના દિવસોમાં અને તે પણ ખાસ કરીને દિવાળી પહેલા રાજકોટ-મુંબઈ અને રાજકોટ-દિલ્હી વચ્ચે 4 નવી ફલાઈટો વધારવામાં આવી છે. જેનાથી કુલ ફ્લાઈટનો આંકડો હવે 17 થઈ ગયો છે જે હીરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરશે. આ સિવાય રાજકોટ-મુંબઇ વચ્ચે ફ્લાઇટ તારીખ 8 નવેમ્બરથી 22 નવેમ્બર વચ્ચે તહેવારો દરમિયાન અઠવાડિયે 3 દિવસ શરૂ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઢોરની સમસ્યા અંગે હાઈકોર્ટના ફટકાર પછી કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યો શહેરી વિકાસ વિભાગ

દિલ્હી-રાજકોટ-દિલ્હીની બે નવી ફ્લાઇટનો આરંભ કરવામાં આવ્યો

એરપોર્ટ ઓથોરિટી દ્વારા હીરાસર એરપોર્ટનું તારીખ 29 ઓક્ટોબરથી 30 માર્ચ સુધીનું વિન્ટર ટાઈમટેબલ રીલિઝ કરાયું છે. જે પ્રમાણે હીરાસરથી મુંબઈની બે ફ્લાઈટ શરૂ થતા રાજકોટ-મુંબઈ વચ્ચે સવારે 8.10 વાગ્યાથી સાંજે 7.10 સુધીમાં કુલ 7 ફ્લાઈટ ઓપરેટ થઈ શકશે. જ્યારે કે રાજકોટ-દિલ્હી વચ્ચે પણ હાલ રોજ સાંજે 2 ફલાઈટ છે તેની ફ્રિકવન્સી વધારીને 4 કરી દેવામાં આવી છે. આજ સવારથી જ 7.30 વાગ્યે અને બપોરે 1.45 વાગ્યાથી દિલ્હી-રાજકોટ-દિલ્હીની બે નવી ફ્લાઇટનો આરંભ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ખૂણે-ખૂણે નકલી ખાદ્ય પદાર્થ તથા વસ્તુઓનો વેપલો, આરોગ્ય વિભાગની ટીમોએ કર્યો પર્દાફાશ

ઈન્દોર-રાજકોટ-ઉદયપુર અને ઉદયપુર-રાજકોટ-ઈન્દોર ફ્લાઇટ પણ

હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઈન્દોર-રાજકોટ-ઉદયપુર અને ઉદયપુર-રાજકોટ-ઈન્દોર ફ્લાઇટ પણ ચાલી રહી છે. જ્યારે રાજકોટ-ગોવા વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ, રાજકોટ-પુના વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ અને રાજકોટ-સુરત વચ્ચે ડેઈલી તેમજ રાજકોટ-બેંગ્લુરૂ વચ્ચે એક કાયમી ફ્લાઈટ છે. ઉપરાંત રાજકોટ-મુંબઈ વચ્ચે ડેઈલી 6 ઉપરાંત તારીખ 8થી 11 વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ એક ફ્લાઇટ શરૂ થશે. જેની સિવાય દિલ્હીથી 4 ડેઇલી ફ્લાઇટ આવતીકાલથી શરૂ થશે. આમ હવેથી કુલ 17 વિમાન ઉડાન ભરશે.

Back to top button