ટ્રેન્ડિંગનેશનલવિશેષ

કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર કરાયો

Text To Speech

જમ્મુ-કાશ્મીર: કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં પોલીસે એક આતંકીને ઠાર કર્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં કેરન સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જેમાં એક આતંકી માર્યો ગયો છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ 

સેનાને આતંકવાદી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા અંગેની માહિતી મળતા જ સેના તુરંત સ્થળ પર પહોંચી હતી. જોકે  સેનાએ તુરંત કાર્યવાહી કરી એક આતંકવાદીનો સફાયો કરવાની સાથે આતંકવાદીની ઘૂસણખોરીનો પ્રયાસ પણ નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું, ગઈકાલે શરૂ કરાયેલા સંયુક્ત ઓપરેશનમાં સેના અને કુપવાડા પોલીસે કેરન સેક્ટરના જુમાગુંડ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે.  હાલ આ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.

એક સપ્તાહમાં બીજી વાર ઘૂસણખોરીની ઘટના

એક સપ્તાહમાં કુપવાડામાં ઘૂસણખોરીનો આ બીજો પ્રયાસ છે. ઇનપુટ બાદ સેનાએ જુમાગુંદ સેક્ટરના ગ્રાથ પોસ્ટ એલઓસી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન પોલીસ અને ઘૂસણખોરી કરનારા આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ તલાશી કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સેનાના જવાનોએ પણ આનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન એક આતંકવાદી ઠાર કરાયો હતો.

અગાઉ 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા

આ પહેલા ગુરુવારે કુપવાડામાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા, જેઓ સરહદેથી ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પહેલા પણ સતર્ક સૈનિકોએ તેને મારી નાખ્યો હતો. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.

આ પણ વાંચો: જમ્મુ-કશ્મીર : આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, છેલ્લા 24 કલાકમાં ચાર આતંકીઓ ઠાર

Back to top button