ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, હવામાન વિભાગે કરી આગાહી

Text To Speech
  • આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે
  • મિશ્ર ઋતુને લીધે વાયલર ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો
  • રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનોની દિશા બદલાઈ હોવાથી મિશ્ર ઋતુ અનુભવાશે. તેમાં વાયલર ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. મોડી રાતનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહ્યું છે. તથા ગઈકાલે બપોરે તાપમાન 35 ડિગ્રી નોંધાયુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં કપાસના વાવેતરમાં આ વિસ્તાર છે પ્રથમ નંબરે

હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે

શહેરોમાં 35 થી 37 ડિગ્રી સુધી બપોર સમયે મહત્તમ તાપમાન રહે તેવું અનુમાન છે. રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવે ધીમા પગલે શિયાળાની ઋતુની શરૂઆત થઇ છે. પરંતુ હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે. રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતનું નિર્માણ થઇ રહ્યું છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે. સાથે જ ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે. મિશ્ર ઋતુને લીધે વાયલર ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ભારતમાં શરૂ થશે હવામાં ચાલનારી સ્કાઈ બસ, જાણો કયા શહેરોમાં પ્રથમ સુવિધા મળશે

આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે

રાજ્યમાં ગુલાબી ઠંડીની શરુઆત થશે. આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હાલ બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે.આગામી 2 દિવસમા તાપમાન ઘટશે. તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. ટ્રાન્જેશન મહિનો હોવાથી તાપમાન યથાવત રહેશે. દિવસે 36 ડિગ્રી જ્યારે રાતે 21 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.

રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી

હાલ રાજ્યમાં બેવડી ઋતુના ચમકારા વચ્ચે રોગચાળો બેકાબુ થયો છે. રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે. અમદાવાદમાં સાદા મેલેરિયાના 47 કેસ, ઝેરી મેલેરિયાના 9 કેસ, ડેન્ગ્યૂના 279 કેસ, ચિકનગુનિયાના 7 કેસ, ઝાડા ઉલ્ટીના 233, કમળાના 101 કેસ, ટાઈફોઈડના 274 અને કોલેરાના 7 જેટલા કેસ નોંધાયા છે.

Back to top button