ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ચોરવાડ શહેરમાં 28 વર્ષીય યુવાનું રહસ્યમય મૃત્યુ, પરિવારમાં શોકનો માહોલ

અહેવાલ: પરેશ વાઢીયા (માળીયા હાટીના – જૂનાગઢ): જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ શહેરમાં 28 વર્ષ નીતિન પરમાર નામના યુવકનું મૃત્યુ થયું છે. જ્યારે યુવકના મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી છે. યુવક દ્વારા સુસાઇડ કર્યું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે ત્યારે હાલ પોલીસ દ્વારા તાપસ કરવામાં આવી રહી છે, સત્ય ને સામે લઈ આવવા માટે પોલીસ પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

યુવક પાસેથી મળેલી સુસાઈડ નોટમાં શું લખ્યું છે ?

 

યુવકે લખ્યું છે કે, હું અત્યારે ફાંસી ખાવ છું અને તેના જવાબદાર ત્રણ વ્યક્તિ છે. જેમાં વિમલ કાના ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય અને બીજા મનુભાઈ મકન કવા અને ત્રીજા ભનું મકન કવા જવાબદાર છે અને તેમના માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાથી હું ફાંસી ખાવ છું. તેમજ આ સુસાઇડ નોટ માં મૃતક ની 6 થી 7 સહીઓ પણ કરવામાં આવી છે. જ્યારે આ સુસાઇડ નોટ 29.10.2023 તારીખ લખી ને લખવામાં આવી છે.

જ્યારે ચોરવાડ શહેર અંદર ચર્ચાતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવાન પહેલા વિમાલભાઈ ચુડાસમા સાથે કામ કરતો હતો અને ત્યાર બાદ હાલના સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જોડાયેલો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સઘન તાપસ કરવામાં આવી રહી છે, તેમજ ડેડ બોડી ને pm માટે જામનગર મોકલવામાં આવી છે.

સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનુ નામ આવતા ધારાસભ્યએ પ્રતિક્રિયા આપતા કહ્યું,

બીજી તરફ આ ઘટનાને લઈને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવાયું છે કે મૃતક નીતિન પરમાર મારા માસીના દીકરા થાય છે. તેમજ મારે બે વર્ષથી એમની સાથે કોન્ટેકટ પણ નથી અને હાલ હું જામનગર તેમની બોડીને pm માટે લઈને આવેલ છું, તેમજ મૃતકની બોડીને પ્રથમ ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ મૂકીને જતું રહીયું છે જે બાબતે ડોકટર ને પૂછતાં ડોકટરને ખ્યાલ નથી કે કોણ આ બોડી મૂકી ગયું છે ત્યારે વિમલ ચુડાસમા દ્વારા હોસ્પિટલના cctv ચેક કરવામાં આવ્યા છે જેમાં કોઈ બ્લેક ગાડી સાથે 8 થી 9 લોકો કેમેરામાં બોડી લઈ આવતા હોય તેવું કેમેરામાં જોવા મળ્યું છે અને તે cctv પોલીસને આપવામાં આવ્યા છે. વળી મૃતકના શરીર પર મારના નિશાન જોવામાં આવ્યા છે તેમજ ગળે ફાંસો ખાધો હોય તેવા નિશાન દેખાય રહિયા નથી. ત્યારે આ તપાસનો વિષય બન્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા વધુ માં જણાવાયું છે કે આ મને ફસાવવા માટે નું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે.

બીજી તરફ સુસાઇડ નોટમાં લખેલા લખાણની વાત કરવામાં આવે તો તેમાં લખેલ લખાણ સામાન્ય ઓછું ભણેલા માણસના હોય તેવું નજરે પડે છે ત્યારે આ સુસાઇડ નોટ પણ પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ઉપજાવી રહી છે, જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પાલનપુર :  ડીસાના જુના ડીસા પાસે બસ ડમ્પરમાં ઘૂસી જતા સાતને ઈજા

Back to top button