ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

રેલવેઃ ભાવનગર ડિવિઝન દ્વારા જૂનાગઢ સ્ટેશને સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન

Text To Speech

પશ્ચિમ રેલવે: ભારતીય રેલ્વેના ભવ્ય વારસા, ઈતિહાસ, લોકકલા અને સંસ્કૃતિના સમન્વયની ઝાંખીને પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલ્વે પ્રશાસન દ્વારા 29.10.2023 અને 30.10.2023ના રોજ જૂનાગઢ સ્ટેશન પર બે દિવસીય “સ્ટેશન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે 29.10.2023 અને 30.10.2023ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ બે દિવસીય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

  • જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર તારીખ 29મી ઓક્ટોબરે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, તો 30મીએ લોક ડાયરો:

જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે 29.10.2023 ના રોજ સાંજે 06.30 થી 09.00 કલાક દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં સ્થાનિક લોકવાદ્યો, લોકસંગીત અને વિવિધ નૃત્ય કલાઓ રજૂ કરવામાં આવશે. બીજા દિવસે 30.10.2023 ના રોજ લોક ડાયરોનું આયોજન કરવામાં આવશે. સ્ટેશન મહોત્સવ દરમિયાન હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. આ સાથે બે દિવસીય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ભાવનગર ડિવિઝનના વિવિધ રેલ્વે સ્ટેશનોના પ્રાચીન વારસા અને રેલ્વે કામગીરીને લગતા સાધનો અને વસ્તુઓનું ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન જૂનાગઢ રેલ્વે સ્ટેશનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ છે.

તમામ કાર્યક્રમો માનનીય સાંસદ, ધારાસભ્ય, મેયર, જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓ, રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં જૂનાગઢની સમ્માનનીય જનતાને રેલ્વે પ્રશાસન હાર્દિક આમંત્રણ આપે છે.

આ પણ વાંચો: ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધાઓને મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કારો એનાયત

Back to top button