IND vs ENG: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 29મી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચ લખનઉના એકા સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ મેચના ખેલાડીઓ:
ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (W), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (w/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વૂડ
POINTS TABLE:
ભારતયની ટીમ આ વર્લ્ડ કપમાં રમાયેલી તમામ પાંચ મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે આ વર્લ્ડ કપમાં પાંચ મેચમાંથી માત્ર એક જ મેચ જીતી છે. જો આંકડાઓની વાત કરીએ તો ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. લખનૌમાં ભારત સામે જીત મેળવવી ઈંગ્લેન્ડ માટે આસાન નહીં હોય.
પિચ રિપોર્ટ:
લખનઉના એકા સ્ટેડિયમમાં અત્યાર સુધી 7 વનડે મેચ રમાઈ છે. જેમાંથી 4 વખત પ્રથમ બોલિંગ કરનાર ટીમેને જીત મળી હતી, આજની મેચમાં ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે.
વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2019માં બર્મિંગહામમાં રમાઈ હતી. જેમા ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. હવે જોવાનુંએ રહેશે કે આજે લખનઉમાં કોણ જીત મેળવે છે.
આ પણ વાંચો: AUS vs NZ: ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને 5 રનથી હરાવ્યું