ગુજરાતમાં કપાસના વાવેતરમાં આ વિસ્તાર છે પ્રથમ નંબરે
- ઝાલાવાડમાં સિઝનનો 88 ટકા વરસાદ વરસ્યો છે
- જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં 94 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ
- 3,97,282 હેકટર જમીનમાં મુખ્ય પાક એવા કપાસનું વાવેતર થયુ
ગુજરાતમાં કપાસના વાવેતરમાં ઝાલાવાડ અવ્વલ નંબરે છે. જેમાં કુલ 5,93,035 હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસ સહિતના ખરીફ પાકોનું વાવેતર થયુ છે. તેમાં ધ્રાંગધ્રામાં સૌથી વધુ ખરીફ પાક એવા કપાસનું 3,97,282 હેક્ટરમાં વાવેતર કરાયું છે. તથા 11 જિલ્લામાં કપાસનું 19 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર કરાયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ના ટેગ સાથે અમદાવાદ ફ્ટાકડા બનાવવામાં અગ્રેસર
ઝાલાવાડમાં સિઝનનો 88 ટકા વરસાદ વરસ્યો છે
ઝાલાવાડમાં સિઝનનો 88 ટકા વરસાદ વરસ્યો છે. વરસાદ આધારિત ખેતી કરતા જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં 94 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ છે. જિલ્લામાં કુલ વાવેતર 5,93,035 હેકટર જમીનમાં થયુ છે. જેમાંથી મુખ્ય પાક એવા કપાસનું 3,97,282 હેકટર જમીનમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. ઝાલાવાડમાં કપાસનું થયેલ આ વાવેતર રાજયભરમાં પ્રથમ નંબરે છે. ઝાલાવાડમાં ચોમાસાના આગમન પહેલા જ ખેડૂતોએ આગોતરા વાવેતરથી વાવેતરની શરુઆત કરી દીધી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 88 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સિઝનના 88 ટકા વરસાદની સામે ખેડૂતોએ 94 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ છે અને હાલ વાવેતર પુર્ણ થયુ છે. જિલ્લામાં 6,32,118 હેકટર જમીન વાવેતર લાયક છે. જેમાંથી દર વર્ષે સામાન્ય રીતે 5.50થી 6 લાખ હેકટર જમીનમાં વાવેતર થાય છે.
આ પણ વાંચો: ગુજરાતની આ 7 નદીઓ અતિપ્રદૂષિત હોવાનો રિપોર્ટ આવ્યો સામે
અત્યાર સુધીમાં જિલ્લાની 5,93,035 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ
અત્યાર સુધીમાં જિલ્લાની 5,93,035 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ છે. જેમાંથી 3,97,282 હેકટર જમીનમાં મુખ્ય પાક એવા કપાસનું વાવેતર થયુ છે. ઝાલાવાડમાં થયેલ કપાસનું આ વાવેતર રાજયભરમાં અવ્વલ નંબરે હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં રાજયભરમાં 26,64,565 હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે. જેમાંથી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 19 લાખથી વધુ હેકટરમાં કપાસ વવાયો છે. સૌરાષ્ટ્રના આ 11 જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થયુ છે. હાલ જિલ્લામાં કપાસનું વાવેતર 3,97,282 હેકટર સુધી પહોંચ્યુ છે. ઝાલાવાડમાં થયેલ આ વાવેતરમાં ધ્રાંગધ્રા તાલુકો પ્રથમ નંબરે છે. ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ 78,630 હેકટરમાં કપાસનું વાવેતર કર્યું છે. જોકે, જિલ્લામાં વર્ષ 2022માં કપાસનું 4,00,119 હેકટરમાં વાવેતર થયુ હતુ. જે આ વર્ષે 2837 હેકટર ઘટીને 3,97,282 હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે.