ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની આ 7 નદીઓ અતિપ્રદૂષિત હોવાનો રિપોર્ટ આવ્યો સામે

  • રિપોર્ટ મુજબ રાજ્યની 20 નદીઓ જે અતિશય પ્રદૂષિત હતી
  • પાંચ વર્ષ પછીય 7 નદીઓ અતિપ્રદૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો
  • ગંદુ – અશુદ્ધ પાણી અત્યારે ટ્રીટ કર્યા વગર આડેધડ નદીઓમાં વહાવવામાં આવે છે

ગુજરાતની 7 નદીઓ અતિપ્રદૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં પાંચ વર્ષ પછીય 7 નદીઓ અતિપ્રદૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં સાબરમતી, ભાદર, અમલખાડી, ભોગવો, ખારી, વિશ્વામિત્રી, ઢાઢર અતિશય પ્રદૂષિત છે. માત્ર 803 MLD ગંદુ પાણી જ નદીઓમાં વહાવાતું હોવાના આંકડા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ, જાણો કમોસમી વરસાદની શું છે આગાહી 

રિપોર્ટ મુજબ રાજ્યની 20 નદીઓ જે અતિશય પ્રદૂષિત હતી

એમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ – સીઓડીનું પ્રમાણ પ્રત્યેક લિટરમાં 20 મિલિગ્રામથી ઓછું છે. રાજ્યમાં રોજબરોજ નદીઓમાં ઠલવાતાં ઉદ્યોગોના ઝેરી કેમિકલયુક્ત કદડા અને ગટરનાં અશુદ્ધ પાણીના સમાચાર ફોટા સાથે પ્રસિદ્ધ થતાં હોય છે, ત્યારે રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના રિપોર્ટ મુજબ રાજ્યની 20 નદીઓ જે અતિશય પ્રદૂષિત હતી. તેમાંથી 17 નદીઓ છેલ્લા પાંચ વર્ષમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-સીપીસીબીના ધારાધોરણ પ્રમાણે ‘અતિશય પ્રદૂષિત’ની વ્યાખ્યામાંથી બહાર આવી ગઈ છે, એટલે કે, એમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ – સીઓડીનું પ્રમાણ પ્રત્યેક લિટરમાં 20 મિલિગ્રામથી ઓછું થઈ ગયું છે. જ્યારે 7 નદીઓ- સાબરમતી, ભાદર, અમલખાડી, ભોગાવો, ખારી, વિશ્વામિત્રી અને ઢાઢર હજીયે ઘણી પ્રદૂષિત છે. જે પૈકી સાબરમતી, ભાદર, અમલખાડી, ભોગાવો અને ખારી-એમ પાંચ નદીઓ તો અતિશય પ્રદૂષિત છે, જેમાં સીઓડીનું પ્રમાણ પ્રત્યેક લિટરે 30 એમજી કરતાંય ઘણું જ વધારે છે. આ સંદર્ભે રાજ્યના પર્યાવરણ વિભાગ દ્વારા સરકાર સમક્ષ તાજેતરમાં પ્રેઝન્ટેશન થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ના ટેગ સાથે અમદાવાદ ફ્ટાકડા બનાવવામાં અગ્રેસર 

ગંદુ – અશુદ્ધ પાણી અત્યારે ટ્રીટ કર્યા વગર આડેધડ નદીઓમાં વહાવવામાં આવે છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત સાત અતિશય પ્રદૂષિત નદીઓનું પાણી શુદ્ધ કરવું હોય તો સ્વાભાવિક રીતે નવા વધુ સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી બનાવી હાલ આ નદીઓમાં વહાવાતું ગંદુ – અશુદ્ધ પાણી ટ્રીટ કરીને છોડવું પડે. અત્યારે રાજ્યમાં કુલ 169 એસટીપી છે, જેની કુલ ક્ષમતા 5231 એમએલડીની છે. પણ ક્ષમતા વપરાશ 3611 એમએલડી જ છે, એટલે કે 803 એમએલડી ગંદુ – અશુદ્ધ પાણી અત્યારે ટ્રીટ કર્યા વગર આડેધડ નદીઓમાં વહાવવામાં આવે છે. આ સૂત્રો કહે છે કે, 92 જેટલા નવા એસટીપી બનાવવાનું કામ હાથ ઉપર છે, જે દ્વારા 1776 એમએલડી ગંદું પાણી ટ્રીટ કરવાની નવી ક્ષમતા આવતા વર્ષોમાં ઊભી થશે. આ સૂત્રો એવું પણ કહે છે કે, 92 પૈકી 988 એમએલડી ક્ષમતાનાં 56 એસટીપી નવા બનાવવાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે, કાર્ય ડિસેમ્બર-23 સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

Back to top button