ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હમાસ સાથેના યુદ્ધના બીજા તબક્કાની શરૂઆત : ઈઝરાયેલ PM બેન્જામીન નેતન્યાહૂ

  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 9000 લોકોના મૃત્યુ
  • હમાસનો વિનાશ અને બંધકોને છોડાવવાએ યુદ્ધનો મુખ્ય હેતુ : PM નેતન્યાહૂ

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધને 23 દિવસ થઈ ચૂક્યા છે. હજુ પણ યુદ્ધનો ઉકેલ આવવાના અણસાર જોવા મળી રહ્યા નથી. ત્યારે ઈઝરાયેલ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ દ્વારા શનિવારે તેલ અવીવ ખાતેથી દેશને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં ઈઝરાયેલ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે, “ગઈકાલે સાંજે અમારી સેનાના વધારાના જવાનો ગાઝામાં પ્રવેશ્યા હતા. આ યુદ્ધનો બીજો તબક્કો છે, જેનો ધ્યેય સ્પષ્ટ છે – હમાસ સેનાનો વિનાશ અને આપણા બંધકો સલામત પરત દેશમાં આવે.”  ઇઝરાયેલ અને હમાસ છેલ્લા ત્રણ અઠવાડિયાથી એકબીજા પર બોમ્બમારો કરી રહ્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 9000ને પાર કરી ગયો છે.

આઝાદી માટેની બીજી લડાઈની થઈ શરૂઆત : ઈઝરાયેલ વડાપ્રધાન

 

શુક્રવારે ગાઝા પર થયેલા ભારે બોમ્બમારા અંગે ઈઝરાયેલ વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, “અમારી સેના ગાઝામાં ઘૂસી ગઈ હતી. આ યુદ્ધના બીજા તબક્કાની શરૂઆત છે, જેનો ધ્યેય હમાસની સેનાનો નાશ અને આપણા બંધકો સુરક્ષિત પરત દેશમાં ફરે એવો છે. અમે યુદ્ધ કેબિનેટ અને સુરક્ષા કેબિનેટની બેઠકમાં સર્વસંમતિથી ગ્રાઉન્ડ ઓપરેશનને વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો હતો. અમે આ નિર્ણય સાથે મળીને લીધો છે.”

 

વધુમાં કહ્યું કે, “અમારા કમાન્ડર અને સૈનિકો દુશ્મનના વિસ્તારમાં લડી રહ્યા છે પરંતુ તેઓ જાણે છે કે તેમની સરકાર અને લોકો તેમની સાથે છે. હું અમારા સૈનિકોને મળ્યો છું. અમારી સેના ઉત્તમ છે, જેમાં ઘણા બહાદુર સૈનિકો છે. તેઓ બધામાં જીતવાની ભાવના છે. ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં મૃતકોની સંખ્યા હવે વધીને 7703 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં 1400થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે.”

નેતન્યાહુએ કહ્યું કે, “ગાઝામાં યુદ્ધ લાંબુ અને મુશ્કેલ હશે પરંતુ અમે તેના માટે તૈયાર છીએ. આ આપણી આઝાદીનું બીજું યુદ્ધ છે. અમે અમારી માતૃભૂમિની રક્ષા માટે લડીશું. અમે લડીશું અને પીછેહઠ કરીશું નહીં. અમે જમીન, સમુદ્ર અને હવા પર લડીશું. અમે જમીન ઉપરથી અને જમીનની અંદરથી દુશ્મનનો નાશ કરીશું. હમાસ દ્વારા બંધક બનાવેલા 200 નાગરિકોને છોડાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે.”

આ પણ જાણો :અમેરિકામાં ગોળીબાર કરીને 18 લોકોની હત્યા કરનાર વ્યક્તિનો મૃતદેહ મળ્યો

Back to top button