ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાની પિન્ક સિટી સોસાયટીમાં શરદોત્સવ ગરબા મહોત્સવનું કરવામાં આવ્યું આયોજન

Text To Speech

ડીસા : નવલી નવરાત્રીના દિવસો પૂર્ણ થયા બાદ ડીસામાં હવે સામાજિક તેમજ સોસાયટીઓના સામૂહિક ગરબાના આયોજન થવા લાગ્યા છે. ત્યારે ડીસાના રાણપુર રોડ પર આવેલ પિંક સીટી સોસાયટીમાં શહેરના સૌથી મોટા શરદોત્સવ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરદોત્સવ ગરબા મહોત્સવ-humdekhengenews

પિંક સીટી સોસાયટી ભાગ એક બે અને ભાગ ત્રણ ના રહીશો દ્વારા સામુહિક રીતે ગરબા મહોત્સવ તેમજ દૂધ પૌવા અને મિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરદોત્સવ ગરબા મહોત્સવ-humdekhengenews

સોસાયટીના રહીશો દ્વારા માતાજીની મહા આરતી કરી મોડી રાત સુધી ગરબે રમ્યા હતા. પિંક સીટી સોસાયટીમાં નવરાત્રી દરમિયાન પણ ગરબાનું સુંદર આયોજન કરાયું હતું અને દરરોજ અલગ અલગ દાતાઓ દ્વારા લ્હાણી તેમજ ખેલૈયાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યભરમાં 9મી ડિસેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે

Back to top button