ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેરની દીવાલ પર ગુરુવારના વહેલી સવારે તિરંગો લહેરાયો, સાથે જ NASDAQ દ્વારા મોર્નિંગ બેલ માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 (VGGS2024) પ્રતિનિધિમંડળને દર્શાવવાનું આયોજન કર્યું. જે દરેક ભારતીય તેમજ ગુજરાતીઓ માટે ઐતિહાસિક અને ગર્વની ક્ષણ હતી. આમ, અમેરિકાની ધરતી પર ત્રિરંગાને ઊંચે ઉડતો જોવો એ દરેક ભારતીયો માટે ગર્વની ક્ષણ કહી શકાય. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 ની થીમને પણ ડિસ્પ્લે કરવામાં આવી હતી.
NASDAQ hosted #VGGS2024 delegation for morning bell and displayed #tiranga on it’s wall at famous Times Square, New York. A historic and proud moment for India!!#VibrantGujarat @CMOGuj @InfoGujarat @PMOIndia pic.twitter.com/nxD9RzMBQ4
— JP Gupta (@JPGuptaIAS) October 27, 2023
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 ના સંદર્ભે સરકારના પ્રતિનિધિમંડળ દ્વારા દુનિયાના અલગ-અલગ દેશોમાં ગ્લોબલ સમિત-2024 ને લઈને મૂડીરોકાણને આકર્ષવા માટે ઘણા આયોજનો કરવામાં આવી રહ્યાં છે. જેના સંદર્ભ રૂપે અમેરિકામાં પણ ગઈકાલે આ આયોજન કરવામાં આવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 ની થીમનું ડિસ્પ્લે કરવામાં આવ્યું. તે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે, તેમજ વિવિધ ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિમંડળોની સહભાગીતાએ ગુજરાત માટે સહકાર, નવીનતા અને રોકાણની તકોને એક્સપ્લોર કરવાની સહિયારી પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ કહી સકાય.
A proud moment for all Indians to see #Tiranga flying high on New York Stock Exchange building during #VGGS24 delegation visit on Thursday. #VibrantGujarat @CMOGuj @InfoGujarat @PMOIndia pic.twitter.com/yFS3nlueaj
— JP Gupta (@JPGuptaIAS) October 27, 2023
આ પણ વાંચો : જાપાનમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત રોડ શો, ભારતીય રાજદૂત ઉપરાંત વિજય નેહરાએ કર્યું સંબોધન