ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હાર્ટ એટેકના દર્દીઓ આ ખોરાકથી થોડા વધારે જ દૂર રહેજો

  • ફાસ્ટ લાઇફ, વધતી ચિંતાઓ, ખાણીપીણી, સ્ટ્રેસ, સ્વભાવ અને સામાજિક બાબતો પણ હાર્ટ એટેક માટે કારણભૂત છે, પરંતુ હાર્ટ એટેકના દર્દીઓએ ખુદના આહારની કાળજી તો લેવી જ જોઈએ.

આજકાલ હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, હાર્ટ એટેકના બનાવોમાં ઝડપથી વધારો થયો છે. જ્યાં જુઓ ત્યાં તમને નાની ઉંમરમાં હાર્ટ એટેક વિશે સાંભળવા મળશે. આજની બદલાયેલી લાઇફસ્ટાઇલ તે માટે જવાબદાર હોઇ શકે છે. ફાસ્ટ લાઇફ, વધતી ચિંતાઓ, ખાણીપીણી, સ્ટ્રેસ, સ્વભાવ અને સામાજિક બાબતો પણ તે માટે કારણભૂત છે, પરંતુ હાર્ટ એટેકના દર્દીઓએ ખુદના આહારની કાળજી તો લેવી જ જોઈએ. એવા કેટલાક ખાદ્યપદાર્થો છે જે હાર્ટ એટેકના દર્દીની સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. તો પ્લીઝ આજથી જ આ ખોરાકથી થોડુંક વધુ જ અંતર રાખજો, નહીંતર તે તમારી સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

હાર્ટ એટેકના દર્દીઓએ તેમના આહારમાં મીઠું, ખાંડ, ચરબી અને કેફીન જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ બ્લડ પ્રેશર વધારે છે અને હૃદય પર દબાણ લાવે છે, તેથી હાર્ટ એટેક આવ્યા બાદ આહાર પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ હાર્ટના દર્દીઓએ શું ન ખાવું જોઈએ…

 હાર્ટએટેકના દર્દીઓ આ ખોરાકથી થોડા વધારે જ દૂર રહેજો  hum dekhenge news

મીઠું

હાર્ટ એટેકના દર્દીઓએ સૌપ્રથમ તેમના આહારમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારે છે જે ધમનીઓ પર દબાણ લાવે છે. વધુ મીઠું ખાવાથી હૃદયને પંપ કરવા માટે વધુ દબાણ કરવું પડે છે, તેથી મીઠાનું પ્રમાણ ઘટાડવું જોઈએ.

ખાંડ

ખાંડથી તો દરેક વ્યક્તિ દૂર રહે તો સારું, પરંતુ હાર્ટની સમસ્યા હોય તો તેનો વપરાશ ટાળજો. ખાંડ હાયપરગ્લાઈસીમિયાનું કારણ બની શકે છે. ખાંડમાં ગ્લુકોઝ હોય છે, જે બ્લડ સુગરને વધારે છે. હાઈ બ્લડ શુગર હૃદય રોગનું જોખમ વધારે છે. ખાંડથી વજન વધી શકે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આઈસ્ક્રીમ

આઈસ્ક્રીમમાં ખાંડ અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે હૃદયના દર્દીઓ માટે હાનિકારક છે. આઈસ્ક્રીમ ખાવાથી બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. અને આઈસ્ક્રીમમાં કેલરી વધુ હોય છે જે વજનમાં વધારો કરી શકે છે, જે હૃદય રોગનું મુખ્ય પરિબળ છે. તેથી હૃદયના દર્દીઓએ આઈસ્ક્રીમ ખાવાનું ટાળવું જોઈએ.

તળેલો ખોરાક

તળેલો ખોરાક જેમ કે પરાઠા, પુરી, સમોસા, પકોડા વગેરે ન ખાવા જોઈએ કારણ કે તળેલા ખોરાકમાં વધુ ટ્રાન્સ ફેટ હોય છે જે કોલેસ્ટ્રોલ વધારે છે. વધુ પડતી ચરબી ધમનીઓમાં જામ થઇ શકે છે અને તે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

આ પણ વાંચોઃ મારે તમારી સાથે ડેટ કરવું છેઃ અરે ના ના મારી તો ઉંમર થઈ ગઈઃ KBCમાં જોવા મળ્યાં રોમાંચક દૃશ્યો

Back to top button