ટ્રેન્ડિંગધર્મ

ગ્રહણ સમયે બિલકુલ ન કરશો આટલાં કામ, આવી શકે છે દરિદ્રતા

  • ચંદ્રગ્રહણ મધ્યરાત્રિએ 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતના તમામ શહેરોમાં જોવા મળશે.

અમદાવાદ, 28 ઑક્ટોબરઃ આજે રાત્રે ચંદ્રગ્રહણ લાગવા જઇ રહ્યું છે. શરદ પૂર્ણિમાના દિવસે થનારું ગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે અને તેથી તેનું મહત્ત્વ પણ વધી ગયું છે. જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે ગ્રહણના સમયે અને સૂતક કાળમાં ન કરવી જોઇએ. તે કરવાથી વ્યક્તિ રોગી અને ગરીબ બને છે.

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આસો માસની પૂર્ણિમાની એટલે કે 28 અને 29 ઓક્ટોબરની મધ્યરાત્રિએ સમગ્ર ભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણના રૂપમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ મધ્યરાત્રિએ 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતના તમામ શહેરોમાં જોવા મળશે.

સૂતકકાળ 4.05 વાગ્યાથી શરૂ

ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા શરૂ થઇ જાય છે. સૂતક કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવતી નથી. 28મી ઓક્ટોબરની મધ્યરાત્રિએ લાગવા જઇ રહેલા ચંદ્રગ્રહણનો સૂતક કાળ 28મી ઓક્ટોબરે સાંજે 4.05 વાગ્યાથી શરૂ થઇ જશે અને ગ્રહણ બાદ 29 ઓક્ટોબરે 2.24 વાગ્યે સમાપ્ત થશે.

chandraGrahan 2023: ગ્રહણ સમયે બિલકુલ ન કરશો આ કામઃ આવી શકે છે દરિદ્રતા hum dekhenge news

ગ્રહણ દરમિયાન ભોજન વર્જ્ય

દેવી ભાગવત પુરાણ અનુસાર ચંદ્રગ્રહણના સમયે ભોજન કરવાથી બચવું જોઇએ. જો તમે ભોજન કરી રહ્યા હોવ તો બીજા લોકોને ભોજન ન કરાવવું જોઇએ. આમ કરવાથી વ્યક્તિ દરિદ્ર અને રોગી બને છે. ગ્રહણના સમયે ભોજન પણ નિષેધ છે, આમ કરવાથી ધન ધાન્યમાં કમી આવે છે. માત્ર બાળકો અને બીમાર વ્યક્તિઓ માટે આ નિયમ લાગુ થતા નથી.

ગ્રહણ સમયે સૂવાનું ટાળવું જોઇએ

ચંદ્રગ્રહણ સમયે સૂવું ન જોઇએ. આમ કરવાથી વ્યક્તિએ અનેક પ્રકારના રોગોનો સામનો કરવો પડે છે. ગ્રહણના સમયે મંત્રોનો જાપ અને માનસિક રીતે પૂજા અર્ચના કરવી ઉત્તમ માનવામાં આવે છે. આમ કરવાથી ઇશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી પૂજા અને મંત્રોનું ફળ બેવડું થઇ જાય છે. ગ્રહણ સમયે સૂવાનું નથી તે ધ્યાન રાખો.

ગ્રહણ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો

ચંદ્રગ્રહણ સમયે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ અને ઇશ્વરનું ધ્યાન ધરવું જોઇએ. ચંદ્રગ્રહણના સમયગાળામાં પતિ-પત્નીએ શારીરિક સંબંધો બનાવવાથી બચવું જોઇએ. ગ્રહણ સમયે જો શારીરિક સંબંધો બાંધવામાં આવે તો વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનો નકારાત્મક પ્રભાવ સંતાન પર પણ પડે છે. ગ્રહણ સમયે બ્રહ્મચર્યનું પાલન કરીને માનસિક જપ કરવા જોઇએ.

માંસ-મદિરાના સેવનથી બચો

ચંદ્રગ્રહણ દરમિયાન માંસ-મદિરાનું સેવન, જુઠ્ઠું બોલવું, વાદ-વિવાદ, કોઇની સાથે ઠગાઇ કરવી જેવાં કાર્યોથી બચવું જોઇએ. આવાં કાર્યો કરવાથી કુળમાં દરિદ્રતા આવે છે. ગ્રહણ સમયે કોઇ જીવજંતુ કે પ્રાણીની હત્યા કરવામાં આવે તો મહાપાપ લાગે છે. આમ કરવાથી વ્યક્તિ ખરાબ યોનિમાં જન્મ લે છે. તેથી ગ્રહણ દરમિયાન સાવધાન રહેવું જોઇએ અને શાસ્ત્રો અનુસાર વર્તન કરવું જોઇએ.

આ પણ વાંચોઃ મતદાર જાગૃતિ માટે ચૂંટણીપંચ બોલિવૂડના માર્ગે

Back to top button