ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહુઆ મોઈત્રાને સંસદીય પૅનલની ચેતવણી, બીજી નવેમ્બરે હાજર થવા ફરમાન

  • કૅશ ફૉર ક્વેરી કેસમાં હાજર થવા મહુઆ મોઇત્રાને લોકસભા કમિટીનો આદેશ
  • વધુ એક્સ્ટેંશન આપવામાં આવશે નહીં : લોકસભા એથિક્સ પેનલ

નવી દિલ્હી : લોકસભા એથિક્સ કમિટીએ શનિવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને  માટે કૅશ ફૉર ક્વેરી કેસમાં પૂછપરછ માટે 31 ઑક્ટોબરને બદલે હવે 2 નવેમ્બરે કમિટી સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. સંસદીય સમિતિએ આ સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વધુ એક્સ્ટેંશન આપવામાં આવશે નહીં.” મહુઆ મોઇત્રાએ શુક્રવારે એથિક્સ કમિટીને પત્ર લખીને 31 ઓક્ટોબરે સમિતિ સમક્ષ હાજર થવાની અસમર્થતા દર્શાવતા કહ્યું હતું કે, “પોતે હવે 5 નવેમ્બર પછી જ ઉપલબ્ધ થશે.”

 

તારીખ લંબાવવાની વિનંતીને ધ્યાનમાં લઈ લેવાયો નિર્ણય

પેનલે ઉમેર્યું હતું કે “મામલાની ગંભીરતા” જોતાં, તારીખ લંબાવવાની વધુ વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પેનલે શરૂઆતમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેના આરોપો અંગે મૌખિક પુરાવા રેકોર્ડ કરવા માટે મહુઆ મોઇત્રાને 31 ઓક્ટોબરના રોજ તેની સમક્ષ બોલાવ્યા હતા, જેથી તેમણે સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ભેટો સ્વીકારી છે કે નહીં તે વિશે પૂછપરછ કરી શકાય, પરંતુ હવે મહુઆ મોઇત્રા દ્વારા કમિટીને લખવામાં આવેલા પત્રને આધારે કમિટી દ્વારા મહુઆ મોઇત્રાને 2 નવેમ્બરે કમિટી સમક્ષ હજાર થવા ફરમાન કર્યું છે.

 

પેનલ ભાજપના સાંસદના આરોપોની કરી રહી છે તપાસ

લોકસભાની આ પેનલ ભાજપના સાંસદ નિશિકાંત દુબેના આરોપોની તપાસ કરી રહી છે કે મહુવા મોઇત્રાએ ઉદ્યોગપતિ હિરાનંદાનીના કહેવાથી લોકસભામાં પ્રશ્નો પૂછવા માટે લાંચ અને તરફેણ સ્વીકારી હતી. ગુરુવારે, નિશિકાંત દુબે અને એડવોકેટ જય અનંત દેહાદરાઈએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ વિરુદ્ધ પેનલને “મૌખિક પુરાવા” આપ્યા હતા. જેને લઈને મોઇત્રાએ જણાવ્યું હતું કે, “દુબે અને દેહદરાય દ્વારા મારા પર લગાવવામાં આવેલા ખોટા, બદ-ઈરાદાયુક્ત અને બદનક્ષીભર્યા આરોપો સામે ન્યાયી સુનાવણી અને મારો બચાવ કરવાની પર્યાપ્ત તક આપવી જોઈએ.”

આ પણ જાણો : દેશ જેમનો રૂણી છે એવા મહર્ષિ વાલ્મીકિની આજે જયંતી

Back to top button