વિશ્વ સ્ટ્રોક દિવસઃ આવો જાણીએ તેનાં લક્ષણ, સારવાર અને નિદાનની પદ્ધતિ વિશે
- સ્ટ્રોક વિશે જાગૃતિ લાવવા પ્રતિવર્ષ 29 ઓક્ટોબરને વિશ્વ સ્ટ્રોક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે
- આ વર્ષે “ગ્રેટર ધેન સ્ટ્રોક” થીમ પર વિશ્વ સ્ટ્રોક દિવસની ઉજવણી
અમદાવાદ, 28 ઑક્ટોબરઃ આવતીકાલે શનિવારને 29મી ઓક્ટોબરે વિશ્વ સ્ટ્રોક દિવસ છે. આ દિવસનું મહત્ત્વ એ છે કે, સ્ટ્રોક વિશે જાણકારી અને જાગૃતિ ફેલાય, તેના નિવારણ, સારવાર અને સ્ટ્રોકની ઘટનાઓ અને અસર ઘટાડવા પગલાં લેવાના મહત્ત્વ વિશે લોકો જાણે. આ વર્ષની થીમ “ગ્રેટર ધેન સ્ટ્રોક” છે જે સ્ટ્રોકના સુધારી શકાય તેવાં જોખમી પરિબળોનું સંચાલન કરીને સ્ટ્રોકના નિવારણના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે. તે લક્ષણોની ઝડપી ઓળખ અને વહેલી સારવાર શરૂ કરવા પર પણ ભાર મૂકે છે. ચાલો આ ન્યુરોલોજીકલ ઈમરજન્સીની જટિલતાઓ પર પ્રકાશ પાડતા, સ્ટ્રોક વિશે જાણીએ.
સ્ટ્રોક શું છે ?
સ્ટ્રોક કે મગજનો હુમલોએ રક્તવાહિનીમાં અવરોધ અથવા રક્ત વાહિનીના ભંગાણને કારણે મગજની માંસપેશીઓને થયેલા નુકસાનની અચાનક શરૂઆતને વ્યાખ્યાયિત કરે છે. તે એક ન્યુરોલોજીકલ ઇમરજન્સી છે. હાર્ટ અટેક પછી વિશ્વમાં મૃત્યુ અને અપંગતાનું તે બીજું સૌથી સામાન્ય કારણ સ્ટ્રોક છે. જો કે, પરિવાર પર સ્ટ્રોકનો બોજ હૃદય રોગ કરતાં ઘણો વધારે હોય છે. 2018ના ડેટા દર્શાવે છે કે, દર ચોથી વ્યક્તિમાંથી એકને તેના જીવનકાળમાં સ્ટ્રોક આવશે.
સ્ટ્રોક બે પ્રકારના હોય છે, એક ઇસ્કેમિક સ્ટ્રોક અને બીજો હેમરેજિક સ્ટ્રોક. ઇસ્કેમિક સ્ટ્રોક એટલે કે મગજ ઇન્ફાર્ક્ટમાં કોલેસ્ટ્રોલ જમા થયા પછી થ્રોમ્બસને કારણે અથવા હૃદયના ચેમ્બરમાંથી અથવા હૃદયમાંથી મગજમાં લોહી પંપ કરતી વાહિનીઓમાંથી ઉદ્ભવતા થરને કારણે મગજને સપ્લાય કરતી રક્ત વાહિનીમાં અવરોધ ઊભો થાય છે. લોકોમાં આ સ્ટ્રોકની 87% સંભાવના રહેલી છે. જ્યારે હેમરેજિક સ્ટ્રોક એટલે કે બ્રેઇન હેમરેજમાં મગજને સપ્લાય કરતી રક્ત વાહિની ફાટી જાય છે જે મગજની પેશીઓમાં અથવા મગજની આસપાસના ભાગમાં લોહીના સંચય તરફ દોરી જાય છે. લોકોમાં આ સ્ટ્રોકની 13% સંભાવના રહેલી છે.
સ્ટ્રોક માટે જોખમી પરિબળો અને તેનું નિદાન શું ?
આનુવંશિક કારણોને લીધે સ્ટ્રોક આવી શકે છે. વૃદ્ધ પુરુષો, રજોનિવૃત્તિ (મેનોપોઝ) પછીની સ્ત્રીઓ બધાને સ્ટ્રોકનું જોખમ વધારે છે. અન્ય સામાન્ય જોખમી પરિબળોમાં સ્થૂળતા, શારીરિક નિષ્ક્રિયતા, તમાકુનું સેવન, સિગારેટનું ધૂમ્રપાન, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ અને હૃદયના વાલ્વ અથવા હૃદયની લયની વિકૃતિઓનો સમાવેશ થાય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને સ્ટ્રોકનાં લક્ષણો દેખાય છે, ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. ઇન્ફાર્ક્ટ અથવા હેમરેજની ખાતરી કરવા અને તેને વર્ગીકૃત કરવા માટે મગજનું સીટી સ્કેન અથવા MRI કરાવવું જરૂરી બને છે. સેકન્ડરી સ્ટ્રોક નિવારણમાં બીજા સ્ટ્રોકને રોકવા માટે ઉપયોગમાં લેવાતાં પગલાંમાં તંદુરસ્ત, ચરબી રહિત આહાર, શારીરિક પ્રવૃત્તિ જેમ કે 30 મિનિટ ઝડપી ચાલવું અને વ્યસન મુક્તિનો સમાવેશ થાય છે. દવાઓનું પાલન, ખાસ કરીને સુગર અને બ્લડ પ્રેશરની દવાઓ, લોહીને પાતળું કરનાર અને લિપિડ ઘટાડતી દવાઓનું પણ પાલન કરવું આવશ્યક છે.
યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના દિનપ્રતિદિન વધતાં કિસ્સાઓ.
બ્રેઈન સ્ટ્રોકની અસર યુવા પેઢી પર પડી રહી છે. ત્યારે યુવાનોમાં સ્ટ્રોકનાં લક્ષણોમાં ધ્રૂજતો ચહેરો, નબળાં અંગો, અસ્પષ્ટ ભાષા, એક અથવા બંને આંખોમાં જોવામાં અચાનક તકલીફ થવી, અજાણ્યા કારણ વગર અચાનક ગંભીર માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આજનું સ્પર્ધાત્મક, ઝડપી ગતિનું જીવનએ ઉચ્ચ ચિંતાનું સ્તર અને વ્યક્તિગત સ્વાસ્થ્ય પર અસર કરે છે. જેથી સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. સ્ટ્રોકના સૌથી સામાન્ય કારણોમાં તણાવ, બિનઆરોગ્યપ્રદ આહાર, પદાર્થોનો દુરુપયોગ, ધૂમ્રપાન અને કસરતનો અભાવ સામેલ છે. યુવા વસ્તીમાં ઘટનાના ઊંચા દરમાં ફાળો આપતા આ સૌથી મોટાં પરિબળો પણ છે.
શું મહિલાઓમાં સ્ટ્રોકના લક્ષણો અલગ હોય ?
પુરુષો અને સ્ત્રીઓ સ્ટ્રોકનાં લક્ષણોને અલગ-અલગ હોય છે. સ્ટ્રોકનાં લક્ષણો તરીકે સામાન્ય જ્ઞાનતંતુઓની તકલીફ અને નબળાઈની પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ શક્યતા ધરાવે છે. મોટાભાગના લોકો તરત જ આ લક્ષણોને સ્ટ્રોક સાથે સાંકળતા નથી; કારણ કે કેટલીક સ્ત્રીઓને અચોક્કસ લક્ષણોનો અનુભવ થાય છે, સ્ટ્રોક થઈ રહ્યો છે તે ઓળખવામાં ઘણી વાર વધુ સમય લાગે છે. અહેવાલો દર્શાવે છે કે, સ્ત્રીઓને સ્ટ્રોકની કાળજી લેવા માટે પુરુષો કરતાં ત્રણ ગણો વધુ સમય લાગે છે કારણ કે ઘણી સ્ત્રીઓ એકલી રહે છે અને માને છે કે તેઓ તેમનાં લક્ષણોને નિયંત્રિત કરી શકે છે. સ્ત્રીઓમાં સ્ટ્રોક લક્ષણો તરીકે હેડકી, ઉબકા, છાતીનો દુખાવો, થાક, હાંફ ચઢવો, ધબકારા વધવાનો સમાવેશ થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન, કોગ્યુલેશન સિસ્ટમમાં ફેરફાર સ્ટ્રોકના જોખમમાં વધારો કરે છે. આ લોહીના થરમાં પરિણમી શકે છે. સંશોધન દર્શાવે છે કે, “સ્ત્રીના જીવનમાં પ્રિક્લેમ્પસિયાનો ઇતિહાસ સ્ટ્રોકનું જોખમ બમણું કરે છે તેમજ વધુ માત્રામાં ગર્ભનિરોધક દવાઓ લેવાથી સ્ટ્રોકનું જોખમ વધે છે.” ઓરા માઇગ્રેન અને ઇસ્કેમિક સ્ટ્રોક વચ્ચે થોડો સંબંધ છે, ખાસ કરીને વધારાના વેસ્ક્યુલર જોખમનાં પરિબળો ધરાવતી સ્ત્રીઓમાં. તો અનિયમિત લોહીનો પ્રવાહ કોઈપણ વ્યક્તિને સ્ટ્રોકના ઊંચા જોખમમાં મૂકે છે, તે સ્ત્રીઓમાં સ્ટ્રોક અને વધુ ગંભીર ગૂંચવણોનું પણ કારણ બને છે.
આ પણ વાંચો :નાનકડી લાગતી સ્ટ્રોબેરી છે આરોગ્યનો ખજાનો