ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણામાં કોંગ્રેસની 45 ઉમેદવારોની બીજી યાદી જાહેર, અઝહરુદ્દીનને ટિકિટ

Text To Speech

કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે. જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સહિત 45 લોકોને ટિકિટ આપવામાં આવી છે.

મોહમ્મદ અઝહરુદ્દીનને રાજ્યના હૈદરાબાદ શહેરની જ્યુબિલી હિલ્સ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ સાંસદ મધુ ગૌર યક્ષીને લાલ બહાદુર નગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પૂજાલા હરિકૃષ્ણને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) સામે સિદ્ધિપેટ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

આ સિવાય કોંગ્રેસે મુનુગોડેથી રાજગોપાલ રેડ્ડી, મહબૂબાબાદથી મુરલી નાઈક અને અંબરપેટથી રોબિન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ તેલંગાણામાં 119માંથી 100 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. રાજ્યની તમામ બેઠકો માટે 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

છેલ્લી ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળી?

તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં KCRની BRS (તે સમયે TRS)ને બહુમતી મળી હતી. BRSએ 119માંથી 88 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ 19 બેઠકો પર ઘટી હતી.

આ સિવાય અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ સાત બેઠકો જીતી હતી. ભાજપે માત્ર એક બેઠક જીતી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં કેસીઆરના નેતૃત્વમાં બીઆરએસની સરકાર છે.

Back to top button