ગુજરાતફૂડહેલ્થ

ડીસામાંથી અખાદ્ય ઘી ની ફેક્ટરી ઝડપાઈ : રૂ.2.48 લાખનો મુદ્દામાલ સીઝ

Text To Speech
  • ફૂડ વિભાગની ટીમના અધિકારીઓ મધરાતે કમ્પાઉન્ડ વોલ કૂદીને ત્રાટક્યા

સમગ્ર રાજ્યમાં ડુપ્લીકેટ ચીજ વસ્તુઓના હબ બનેલા ડીસામાંથી ગઈ રાત્રે અખાદ્ય ઘી ની ફેક્ટરી ઝડપાઈ હતી. ફૂડ વિભાગના અધિકારીઓએ મધરાતે કંપાઉન્ડ કૂદીને ફેક્ટરીમાં ત્રાટકી રૂ.2.48 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, સમગ્ર રાજ્યમાં ડુપ્લીકેટ અને અખાદ્ય ચીજ વસ્તુઓનો મુખ્ય કેન્દ્ર બનેલા ડીસામાં ખાદ્ય ચીજ વસ્તુઓનું મોટા પ્રમાણમાં ડુપ્લીકેટીંગ થઈ રહ્યું છે. ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર, કોસ્મેટિક આઈટમો,લ્યુબ્રીકેટ ઓઇલ, યુરિયા ખાતર સહિતની ચીજ વસ્તુઓ માં બનાવટ તેમજ ભેળસેળ કરવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે ગત મધરાતે ડીસા જીઆઇડીસી ની પાછળ ઢુંવા રોડ પર આવેલ પીએન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પદ્મનાથ ફૂલ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં રેડ કરી હતી.


ફૂડ વિભાગના અધિકારીઓ ફેક્ટરી માલિકે મુખ્ય ગેટ ન ખોલતા મુખ્ય દરવાજો અને કંપાઉન્ડવોલ કૂદીને અંદર પડ્યા હતા. અંદર તપાસ કરતા ફેક્ટરીમાં શાશ્વત, પારેવા, સુખ, શુભ સહિતની બ્રાન્ડના નામે આખાદ્ય ઘી પેકિંગ કરવામાં આવતું હતું. જેથી ફૂડ વિભાગ દ્વારા આ ઘી ના સેમ્પલો લઈ આ શંકાસ્પદ ઘી ની 25 પેટીઓ તેમજ 4700 પાઉચ જેટલો જથ્થો સીઝ કર્યો હતો. શુદ્ધ ગાયના ઘીના નામે વનસ્પતિ તેલમાં એસેન્સ કેમિકલ વગેરે ભેળવીને આ ઘી બનાવી બજારમાં શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું.I જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કુલ રૂપિયા 2.48 લાખનો મુદ્દા માલ જપ્ત કરી સેમ્પલ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.

Back to top button