એજ્યુકેશનગુજરાત

આણંદ : બાકરોલના સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં ભરતી મેળોનું આયોજન

Text To Speech
  • તા. ૩જી નવેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે યોજાશે ભરતી મેળો
  • ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે

આણંદની જિલ્લા રોજગાર કચેરી અને વિદ્યાનગરની સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના સયુંક્ત ઉપક્રમે આગામી તા.૦૩-૧૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે બાકરોલના વિદ્યાનગર-વડતાલ રોડ પર આવેલા  સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા ઉમેદવારોની કરવામાં આવશે ભરતી

આ ભરતી મેળામાં નોકરી આપનારા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા ઉમેદવારોની સ્ક્રીનીગ ટેસ્ટ અને ઈન્ટરવ્યુ થકી પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેના માટે જિલ્લાના વર્ષ ૨૦૨૨-૨૩માં પાસ થયેલા અને B.com/ B.A/ B.sc(Non IT)/ BAF/ BBI/ BBA/ BMS/ BBM જેવી લાયકાતમાં રેગ્યુલર અભ્યાસ કરેલા હોય અને અનુસ્નાતકની ડીગ્રી ન ધરાવતા ફક્ત ફ્રેશર્સ રોજગાર ઇચ્છુક ઉમેદવારોને બાયોડેટાની નકલ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવા આણંદની જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

આ પણ જાણો :આણંદ કૃષિ યુનિવર્સિટી ‘આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ’થી સન્માનિત

Back to top button