PAK vs SA: પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 26મી મેચ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બે વાગે રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાને ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા મેચના ખેલાડીઓ:
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ હક, બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન (W), સઈદ શકીલ, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (W), ટેમ્બા બાવુમા (C), રાસી વાન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, લુંગી એનગિડી
પાકિસ્તાનની ટીમ માટે આજે જીત મહત્વની:
બાબર આઝમની ટીમ માટે આ મેચ ખુબજ મહત્વની રહેવાની છે, કારણ કે જો પાકિસ્તાનની ટીમ આ મેચમાં હારી જશે તો તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને કોઈપણ ભોગે હરાવવું પડશે.
POINTS TABLE:
પાકિસ્તાન 24 વર્ષથી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે હાર્યું નથી
વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાન ટીમનો રેકોર્ડ ઘણો શાનદાર છે. છેલ્લા 24 વર્ષથી પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના કોઈપણ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે હાર્યું નથી. આફ્રિકાએ છેલ્લી વખત 1999ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાને 2015 અને 2019 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે રોમાંચક જીત મેળવી હતી.
પીચ રિપોર્ટ:
ચેપોકના એમ.એ ચિદમ્બર સ્ટેડિયમની પીચ હંમેશા સ્પિનરો માટે મદદરૂપ રહી છે, અહીં સાંજના સમય બાદ ઝાકળને કારણે બેટિંગ પણ સરળ બની જાય છે. છેલ્લી મેચમાં અફઘાનિસ્તાને અહીં પાકિસ્તાન સામે 282 રનનો ટ્રાગેટ ચેઝ કર્યો હતો.
આ પણ વાંચો: વર્લ્ડકપ બાદ ભારતને મળી શકે છે નવા કોચ, જાણો કોણ છે દાવેદાર