ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈના વડાલામાં કોથળામાંથી મહિલાનો અડધો બળેલો મૃતદેહ મળી આવ્યો

Text To Speech
  • પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળી બેગ
  • શંકાસ્પદ બેગમાંથી સળગેલો મૃતદેહ મળી આવ્યો
  • અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો

મુંબઈ પોલીસને શહેરના વડાલા વિસ્તારમાંથી એક અજાણી મહિલાનો અડધો બળેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, અમને વડાલા વિસ્તારમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.મુંબઈ પોર્ટ ટ્રસ્ટની અમારી પેટ્રોલિંગ ટીમને એક શંકાસ્પદ બેગ મળી હતી જેમાં સળગેલો મૃતદેહ હતો.અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

દિલ્હીમાં સગીરે એક યુવકને છરી મારતા મૃત્યુ

અન્ય એક ઘટનામાં ગુરુવારે રાત્રે ઉત્તરપૂર્વ દિલ્હીના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર દ્વારા કથિત રીતે છરા માર્યા બાદ 19 વર્ષીય છોકરાનું મૃત્યુ થયું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતકના મોટા ભાઈ સમીરે જણાવ્યું કે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તેમણે ઉમેર્યું હતું કે સગીર આરોપીનું અગાઉ અનેક ગુનાહિત કેસોમાં નામ હતું.

આ પણ વાંચો, ગુજરાત: કોમર્સની ડિગ્રી ધરાવતો નકલી ડોક્ટર ઝડપાયો, 1 વર્ષથી દવાખાનું ચલાવતો

Back to top button