ચૂંટણીની તૈયારીઓ: પૂર્વ ગુહમંત્રી અને ધારાસભ્યએ જુનાડીસા ગામે ભાજપના કાર્યકર્તાઓની લીધી મુલાકાત
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે બુથ લેવલની કામગીરીની સમીક્ષા કરવા રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જુનાડીસા ગામે ભાજપના વર્ષો જૂના સંનિષ્ઠ કાર્યકરોના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.
લોકસભાની ચૂંટણી નજીક આવતાથી સાથે ભારતીય જનતા પાર્ટીને પાયાથી મજબૂત કરવા માટે પ્રદેશના આગેવાનો હોદેદારો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ભાજપે જનસંઘ સમયના વર્ષો જૂના પાર્ટિક કાર્યકરોના નિવાસસ્થાને જઈ શુભેચ્છા મુલાકાત લેવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. જેમાં ડીસા તાલુકાના જુનાડીસા ગામે ભાજપના આગેવાનો અને હોદેદારો દ્વારા કાયકર્તાઓની શુભેચ્છા મુલાકાત લેવાઈ હતી.
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત આગેવાનોએ જનસંઘ સમયના કાર્યકર્તા કાન્તિલાલ દરજી સહિત સંનિષ્ઠ કાર્યકરોના નિવાસસ્થાને મુલાકાત કરી ચાની ચુસ્કી લઈ બુથ લેવલની તૈયારીઓની સમીક્ષા કરી હતી. નેતાઓના આગમનના પગલે ભાજપ કાયકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. જેમ ચૂંટણી આવતા નેતાઓ દેખાય તેમ લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ જૂના કાયકર્તાઓની ભાજપને યાદ આવતા મુલાકાતનો દૌર શરૂ કર્યો છે.
આ પણ વાંચો : ડીસામાં 63 ગુન્હાઓના ઝડપાયેલ 1.43 કરોડની 1.06 લાખ દારૂની બોટલોનો કર્યો નાશ