ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કંગના રણૌતે અયોધ્યામાં રામલલાના દર્શન બાદ ફિલ્મ તેજસનું કર્યું પ્રમોશન

બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતે અયોધ્યામાં ભગવાન રામલલાના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. આ દરમિયાન મંદિરના પૂજારીએ તેમને પીળી ચુનરીથી ઢાંકીને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે તેણે રામલલાના પરિસરમાં પોતાની ફિલ્મ તેજસનું પ્રમોશન પણ કર્યું હતું. મંદિરના દર્શન કર્યા બાદ મીડિયા સાથે મળીને તરત જ તેણે જય શ્રી રામના નારા લગાવીને સૌ કોઈનું અભિવાદન કર્યું હતું. મહત્વનું છે કે 27  ઑક્ટોબરે કંગનાની ફિલ્મ તેજસ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

કંગનાએ મંદિરની મુલાકાત વેળાએ તમામ નિયમો સાથે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. કંગના રણૌતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રામલલાનું મંદિર 600 વર્ષના સંઘર્ષ બાદ બની રહ્યું છે, આ ઘણી સદીઓથી હિન્દુઓનો સંઘર્ષ છે. આ ભાગ્યશાળી દિવસ આજની પેઢીને જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ જણાવ્યું કે, મેં મારી સ્ક્રિપ્ટમાં એવા મહાન લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમણે આ મંદિરને જોવા માટે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. મોદી સરકારના કારણે મંદિર નિર્માણના કારણે આજે આ છસો વર્ષનો સંઘર્ષ પૂર્ણ થઈ રહ્યો છે.

પોતાની આગામી ફિલ્મ વિશે વાત કરતાં તેણે કહ્યું કે તેની ફિલ્મ તેજસ જેના માટે તે અહીં આવી છે. આ ફિલ્મ ભારતીય વાયુસેના પર છે અને આ ફિલ્મમાં રામ મંદિરનો ઈતિહાસ પણ બતાવવામાં આવશે.

રામ મંદિરમાં પૂજારી સંતોષ કુમાર તિવારી અને પ્રેમચંદ તિવારીએ કંગનાનું સ્વાગત કર્યું હતું. કંગનાની આ ફિલ્મ આવતીકાલે શુક્રવાર એટલે 27 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કંગનાએ એરફોર્સ પાઇલટની ભૂમિકા ભજવી છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝર પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં અયોધ્યા પર આતંકવાદી હુમલો દર્શાવવામાં આવ્યો છે અને કંગના અયોધ્યાને આતંકવાદીઓથી બચાવતી જોવા મળશે.

આ ઉપરાંત, એક્ટ્રેસ અયોધ્યાની મુલાકાત દરમિયાન બની રહેલા ભવ્ય રામ મંદિરનું કામ પણ જોયું. કંગનાએ રામ મંદિરના વીઆઈપી ગેટ નંબર 11થી રામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેમની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાવણ દહન કરતા કંગના રનૌતે કરી ભૂલ, સોશિયલ મીડિયા પર અભિનેત્રી ટ્રોલ થઈ

Back to top button