ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 3 ટીમ પહોંચી રાજકોટ

Text To Speech
સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 3 ટીમને રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર જણાયે જે-તે જિલ્લામાં તેમને મોકલી આપવામાં આવશે. રાજકોટમાં હાલ NDRF અને SDRFનાં 75 જવાનો બચાવ સામગ્રી સાધનો સાથે તહેનાત રાખવામાં આવ્યા છે અને તેમના દ્વારા એક મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમના જવાનો પાણીમાં 100 ફૂટ ઊંડે કોઈ વ્યક્તિ ડૂબી ગઈ હોય તો તેને પણ બચાવી લે તેવી કાબેલિયત ધરાવે છે.
શું છે NDRF ? ક્યાં સુધી આપવામાં આવે છે તેઓને તાલીમ ?
જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે એની સામે રક્ષણ માટે NDRF(નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો હરહંમેશ તહેનાત રહે છે. ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત આવે એ સમયે NDRFની ટીમને તહેનાત કરવામાં આવતી હોય છે. NDRFના જવાનોને 6 મહિના સુધી સખત તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમ દરમિયાન કુદરતી આફત સામે કેમ લડવું, ક્યા સાધનનો કેવી રીતે ઉપયોગ કરવો સહિતની તાલીમ આપવામાં આવતી હોય છે. NDRFની ટીમ જ્યારે પણ બચાવ કામગીરીમાં જાય ત્યારે તેમની સાથે રાખવામાં આવે છે.
બચાવ કામગીરીના તમામ સાધનોથી સજ્જ હોય છે NDRF
 રાજકોટ પહોંચેલી NDRFની ટીમ બોટ, રસ્સા, કટર અને કોમ્યુનિકેશન માટેનાં ઉપકરણો પણ સાથે લાવી છે. જેના થકી ભારે વરસાદના પગલે લોકો સાથે સંપર્ક કરી જરૂર જણાયે સલામત સ્થળ પર તેમને ખસેડવા કામગીરી હાથ ધરશે. આ ઉપરાંત પવનના કારણે રસ્તા પર મોટા મોટા વૃક્ષ પડ્યાં હશે તો તેને કાપીને રસ્તો ખુલ્લો કરવા કામગીરી કરવામાં આવશે. ભારે વરસાદમાં પાણી ભરાય એવા વિસ્તારોમાં રેસ્ક્યૂ કરી લોકોને બચાવી લેવા પૂરી મહેનત કરવામાં આવશે.
Back to top button