ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ભારતે એશિયન પેરાલિમ્પિકમાં અત્યાર સુધી 73 મેડલ જીતી 2018નો રેકોર્ડ તોડ્યો

Text To Speech

ચીનમાં યોજાયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં 73 મેડલ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં  17 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર મેડલ અને 34 બ્રોન્ઝ મેડલ મેળવીને 2018નો રેકોર્ડ તોડ્યો છે. 2018માં જકાર્તા ખાતે રમાયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે 72 મેડલ હાંસલ કર્યા હતા. જોકે, તાજેતરમાં સમાપ્ત થયેલી એશિયન ગેમ્સમાં 2023માં પણ ભારતે 107 મેડલ જીતી રેકોર્ડ બનાવ્યો હતો. પેરાલિમ્પિકમાં ભારતે નવો રેકોર્ડ બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.

પેરાલ્મિપિકના ત્રીજા દિવસે નારાયણ ઠાકુરે પુરૂષોની 100 મીટર T-35માં 14.37ના સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો છે. શ્રેયાંશ ત્રિવેદીએ પુરુષોની 100m T-37માં 12.24 સેકન્ડના નોંધપાત્ર સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. આ ઉપરાંત, પુરુષોના શોટ પુટ-F46માં ભારતે બે મેડલ જીત્યા છે. સચિન ખિલારી ગોલ્ડ જીતી નવો રેકોર્ડ બનાવ્યો છે. સાથોસાથ રોહિત કુમારે 14.56ના થ્રો સાથે બ્રોન્ઝ મેળવ્યો છે.

જોકે, હાલમાં જ ભારતે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ગઈકાલે ભારત 15 ગોલ્ડ, 20 સિલ્વર અને 29 બ્રોન્ઝ સાથે કુલ 64 મેડલ જીત્યા હતા. એશિયન પેરા ગેમ્સમાં ચીન મંગળવારે 299 મેડલ સાથે પ્રથમ સ્થાને જ્યારે, ઈરાન 73 મેડલ સાથે બીજા સ્થાને રહ્યું હતું.

એશિયન પેરા ગેમ્સ 2023 એ 22 ઑક્ટોબરથી 28 ઑક્ટોબર દરમિયાન ચીનના પીપલ્સ રિપબ્લિકના હાંગઝોઉમાં યોજાઈ છે. જેમાં ભારતે એશિયન પેરા ગેમ્સની ચોથી આવૃત્તિમાં 303 એથ્લેટ મોકલ્યા છે, જેમાં 191 પુરુષો અને 112 મહિલા સામેલ છે. ભારતે 2018 એશિયન પેરા ગેમ્સમાં  190 એથ્લેટ્સ મોકલ્યા હતા અને 15 ગોલ્ડ સહિત 72 મેડલ સાથે પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃ 40,000 અગ્નિવીરની પ્રથમ બેચ સૈન્ય સેવામાં સામેલ થઈ છેઃ સૈન્ય વડા

Back to top button