ગુજરાતધર્મવિશેષ

શરદ પૂર્ણિમાએ દર્શન અંગે ખોડલધામ મંદિરની મહત્ત્વની જાહેરાત

Text To Speech

ખોડલધામ મંદિર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, શરદ પૂર્ણિમાએ તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઈ ખોડલધામ મંદિરમાં સાંજની આરતી બંધ રહેશે, જો કે ભક્તો માટે આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે. પરંતુ કોઈ ભક્તો માતાજીને કોઈપણ પ્રકારની પ્રસાદી ધરાવી શકશે નહીં.

ચંદ્રગ્રહણને અનુલક્ષીને તા. 28/10/2023ના રોજ ખોડલધામ મંદિરમાં સવારની આરતી નિયમિત ચાલુ રહેશે. બપોરે 1 વાગ્યા ને 42 મિનિટ પછી દરેક પૂજા ક્રમ બંધ રહેશે. સાથે જ સાંજની આરતી, ધ્વજાપૂજા, યજ્ઞ સહિતની તમામ પૂજાવિધિ બંધ રહેશે.

ચંદ્રગ્રહણને લઈને ખોડલધામ મંદિરમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગિત રહેશે. તા. 28 ઓકટોબરનું ચંદ્રગ્રહણ પાળવું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોવાથી, સ્થાનિક સમય પ્રમાણે નીચે મુજબ સમયે ગ્રહણનો વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વગેરે થાય છે.

તારીખ-28 તથા 29 /10/2023 ના ગ્રહણની વિગત

વિગત                                                                              સમય

વેધ પ્રારંભ                                       બપોરે 1:42:44 (કલાક-મિનિટ-સેકન્ડ)
ગ્રહણ સ્પર્શ                                   રાત્રે 10:43:28 (કલાક-મિનિટ-સેકન્ડ)
ગ્રહણ મધ્ય                                    મધ્યરાત્રીના 12:57:00 (કલાક-મિનિટ.સેકન્ડ)
ગ્રહણ મોક્ષ                                   મધ્યરાત્રીના 03:08:03 (કલાક-મિનિટ સેકન્ડ)

આ પણ વાંચો : Chandra Grahan 2023: ભારતના આ શહેરોમાં જોઇ શકાશે ચંદ્રગ્રહણ, જાણો સૂતક કાળ

Back to top button