ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રેશનિંગ વિતરણ કેસમાં પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે EDના દરોડા

  • કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં EDનું આઠ સ્થળોએ સર્ચ

પશ્ચિમ બંગાળ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે કોલકાતાના સોલ્ટ લેક ખાતે વન મંત્રી જ્યોતિપ્રિય મલિકના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે. રેશનિંગ વિતરણમાં ભ્રષ્ટાચારના કથિત કેસના સંદર્ભમાં ED દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યોતિપ્રિય મલિક વન મંત્રી બન્યા પહેલા ખાદ્ય મંત્રીનો કાર્યભાર સંભાળતા હતા. અહેવાલો અનુસાર, કરોડો રૂપિયાના આ રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ કોલકાતામાં આઠ સ્થળોએ સર્ચ કરી રહ્યું છે. નાગરબજાર વિસ્તારમાં મંત્રીના અંગત મદદનીશના ફ્લેટ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

મમતા બેનરજીના મંત્રીઓ પર પહેલા પણ પડી હતી રેડ

જ્યોતિપ્રિય મલિક, જેઓ હાલમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારમાં રાજ્યના વન પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ અગાઉ રાજ્યના ખાદ્ય પ્રધાનનો પોર્ટફોલિયો સંભાળતા હતા. તે દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં કોલકાતા સ્થિત વેપારી, બકીબુર રહેમાનની રૂ. 100 કરોડથી વધુની સંપત્તિ અને મિલકતને ટ્રેક કરી હતી, જેની તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 2004માં એક ચોખાની મિલના માલિકના રૂપમાં પોતાની કરિયરની શરૂઆત કરનારા બકીબુર રહમાને 2 વર્ષમાં ત્રણ કંપની ઉભી કરી હતી. જેમાં EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બકીબુર રહમાને કથિત રીતે શેલ કંપનીઓની શ્રેણી ખોલીને પૈસા કાઢ્યા હતા.

 

કૌભાંડમાં ચોખાની મિલના માલિકની કરવામાં આવી હતી ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સૂત્રો અનુસાર, બકીબુર રહમાને ખાદ્ય વિભાગમાં પોતાની પહોંચ બનાવીને રાશન વિભાગમાં પોતાના રેકેટ દ્વારા, જનતા માટે ફાળવવામાં આવતા ખાદ્યાન્નને ગેરકાયદેસર વેચીને પૈસાની હેરાફેરી કરી હતી. જેને લઈને EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રહમાન પાસે કોલકાતા અને બેંગલુરૂમાં હોટલ અને બાર છે તેમજ તેને વિદેશી કાર ખરીદીનો પણ શોખ છે.

આ પણ વાંચો :નકલી ED અધિકારી બનીને ₹3.2 કરોડની લૂંટ, એકની ધરપકડ

Back to top button