ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝલાઈફસ્ટાઈલસાયન્સ એન્ડ ટેકનોલોજી
વડાપ્રધાન મોદી બુધવારે ડ્રોનથી રાજકોટના ડ્રિમ પ્રોજેક્ટ લાઈટ હાઉસનું કરશે નિરીક્ષણ
રાજકોટના રૈયા સ્માર્ટ સીટી ખાતે આકાર લઇ રહેલ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 6 જુલાઇ બુધવારના રોજ ડ્રોન મારફત નિરીક્ષણ કરવાના છે.
દિલ્હીની ટીમે મ્યુનિસિપલ કમિશ્નર સાથે કરી સ્થળ મુલાકાત
આગામી 6 જુલાઇ ને બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટમાં રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં નિર્માણ પામી રહેલ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ લાઈટહાઉસનું કામ કેટલું થયું તે માટે ડ્રોનથી નિરીક્ષણ કરી સમીક્ષા કરશે. જેના અનુસંધાને આજ રોજ રાજકોટ મનપા કમિશ્નર અમિત અરોરા અને દિલ્હીની ટીમે જવાબદાર અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી પ્રોજકેટ અંગે માહિતી મેળવી હતી. આજે સ્થળ વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, સીટી એન્જી. એચ. યુ. ડોઢિયા, વાય. કે. ગૌસ્વામી અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સહીત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શું છે લાઈટ હાઉસ પ્રોજેક્ટ ?
વિશ્વમાં આવિષ્કાર પામેલી અવનવી ટેકનોલોજીનો ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે ઉપયોગ થાય અને પ્રોજેક્ટ્સ સાકાર કરવાની ગતિમાં જબરદસ્ત વધારો થાય તેમજ તેના માધ્યમથી વર્ષ 2022 સુધીમાં ઘર વિહોણા તમામ નાગરિકોને પોતાનું ઘર મળી રહે એટલું જ નહીં પરંતુ આ ઘર શ્રેષ્ઠ અને સર્વોત્તમ ગુણવત્તાયુક્ત બની રહે તેવા ઉમદા લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા જુન-2019 સુધીમાં એવા દીવાદાંડીરૂપ માર્ગદર્શક પ્રોજેક્ટસ ઓળખી કાઢવા જે એક જબરદસ્ત અભિયાન હાથ ધર્યું હતું તેમાં પસંદગી પામેલા રાજકોટ સહિતના છ શહેરો આ પ્રોજેક્ટ પ્રાપ્ત થયો હતો. દેશભરમાં અનુકરણ કરી નાગરિકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત ઘર આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારની અનોખી પહેલને સાકાર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાનું પ્લાનિંગ પૂર્ણ થયું હતું અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાએ તૈયાર કરેલા આ શાનદાર હાઉસિંગ પ્રોજેક્ટમાં બ્યુટીફુલ ગાર્ડન, ટુ ટાયર પાર્કિંગ, ડ્રેનેજ, પીવાનું પાણી, જેવી સુવિધાઓ ઉપરાંત મોલ ટાઈપ કોમર્શિયલ કોમ્પ્લેક્સ (શોપિંગ સેન્ટર), ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે રૈયા સ્માર્ટ સિટી એરીયામાં સ્થિત લેઈક 2 અને લેઈક 3ની વચ્ચેની જગ્યામાં 40 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી સુંદર સાઈટ ખાતે 13-13 માળના કુલ 11 ટાવરમાં 1144 ફ્લેટ બનાવવામાં આવ્યા છે.