અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ગેરકાયદે બાંધકામ વિરોધી ડ્રાઇવ દરમિયાન કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારી પર હિંસક હુમલો

Text To Speech
  • AMC DyMC રમ્ય ભટ્ટ પર ગેરકાયદે બાંધકામ વિરોધી અભિયાન દરમિયાન હુમલો
  • ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઊંડી ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ

અમદાવાદ: અસારવા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ નજીક ગેરકાયદે બાંધકામ હટાવવાની ઝુંબેશ દરમિયાન બુધવારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ટોળા દ્વારા હુમલો કરવામાં આવતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઊંડી ઈજાઓ પહોંચી હતી. જેથી તેમેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

કેવી રીતે બની હતી સમગ્ર ઘટના ?

આ ઘટના બુધવારે મોડી સાંજે બની હતી જ્યારે AMCની ટીમ દ્વારા શહેરના અસારવા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ નજીક ગેરકાયદેસર બાંધકામ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્યારે  ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર  રમ્ય ભટ્ટ સહિત દબાણ દૂર કરતી ટીમ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેથી મનપા કમિશનરને લોહી-લુહાન હાલતમાં સારવાર અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભટ્ટ શહેરના સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે. ભટ્ટને AMCના સૌથી કાર્યક્ષમ અને પ્રશંસનીય અધિકારીઓમાંના એક ગણવામાં આવે છે.

 

આ પણ જાણો : અમદાવાદમાં રખડતા શ્વાનનો ભોગ બની રહ્યાં છે બાળકો, સારવારનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button