૨૨ જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં PM મોદીને વિધિવત્ નિમંત્રણ
- વડાપ્રધાન મોદીએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ સાથે કરી મુલાકાત
- મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં, હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ : PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૨૨ જાન્યુઆરીએ તેમના દ્વારા શ્રી રામ મંદિરના અભિષેક (પ્રાણ પ્રતિષ્ઠા) માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને લઈને પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. આ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં, હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાતને લઈ શું જણાવ્યું ?
जय सियाराम!
आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।
मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn
— Narendra Modi (@narendramodi) October 25, 2023
PM મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરતાં જણાવ્યું કે, “ જય સિયા રામ!.. આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. તાજેતરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા ઘરે મળવા આવ્યા હતા. તેમણે મને શ્રી રામ મંદિરના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે. હું ખૂબ જ ધન્યતા અનુભવું છું અને આ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં, હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ.”
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શું જણાવવામાં આવ્યું ?
अयोध्या में श्रीराम मंदिर में रामलला के नूतन विग्रह की प्राण प्रतिष्ठा 22/01/24 को होगी। प्रधानमंत्री मा. @narendramodi जी इस अवसर पर स्वयं उपस्थित रहेंगे। देश के 4000 संत महात्मा एवं समाज के 2500 प्रतिष्ठित महानुभाव इस ऐतिहासिक अवसर के साक्षी बनेंगे: @ChampatRaiVHP #RamMandir pic.twitter.com/Jc8XRFnpbZ
— Vishwa Samvad Kendra(VsK)-VHP (@VHPSamvadKendra) October 25, 2023
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું કે, અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલાની નવી મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. દેશના 4000 સંતો, મહાત્માઓ અને સમાજની 2500 પ્રતિષ્ઠિત હસ્તીઓ આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનશે.
આ પણ વાંચો :રામ મંદિર નિર્માણકાર્યની ઝડપમાં વધારો, સામે આવી તસવીરો