ઉત્તરપ્રદેશમાં ભાજપના મહિલા નેતા માટે કાર-ટ્રક વચ્ચેનો અકસ્માત જીવલેણ સાબિત થયો
- ટ્રક કાર સાથે અથડાતા કારમાં આગ લાગી
- સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું
- પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
ઉત્તરપ્રદેશ: અમરોહામાં BJP નેતા સરિતા ચૌધરીની કારને એક ટ્રકે ટક્કર મારતા તેમનું મૃત્યુ હતું. અચાનક એક ટ્રક કાર સાથે અથડાતા તેમની કારમાં આગ લાગી હતી. અકસ્માત બાદ પોલીસે ઘાયલ બીજેપી નેતાને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. પરિવારના સભ્યો અમરોહા પહોંચ્યા અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાની સાથે લઈ ગયા. પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
BJPમાં ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરતા હતા
મુરાદાબાદના કાંશીરામ કોલોનીમાં રહેતા સરિતા ચૌધરી ભાજપ સંગઠનમાં ચંદ્રનગર વિભાગની ઉપાધ્યક્ષ હતી. ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજેશ કુમાર તિવારીના જણાવ્યા અનુસાર, સરિતા સોમવારે રાત્રે લગભગ 1 વાગ્યે પોતાની કારમાં નૂરપુરથી મુરાદાબાદ જઈ રહ્યા હતા. તે પોતે એકલા કાર ડ્રાઇવ કરીને જઈ રહ્યા હતા. નૌગવાન સદાત પોલીસ સ્ટેશન વિસ્તારના નૂરપુર મુરાદાબાદ રોડ પર સામે-સામેથી આવી રહેલી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં કારમાં આગ લાગી હતી.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારમાં ફસાયેલી સરિતા ચૌધરીને બહાર કાઢ્યા અને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે મૃતકના પતિ રામરતનની ફરિયાદના આધારે આરોપી ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવશે.
આ પણ વાંચો: મુંબઈ-નાગપુર એક્સપ્રેસ રોડ પર અકસ્માત સર્જાતા 12નાં મૃત્યુ, 23 ઘાયલ