ગુજરાત રાજ્યના STબસોના મુસાફરો માટે સરકારની નવી પહેલ
- ટેકનોલોજીના માધ્યમથી ૨,૦૦૦ જેટલા UPI પેમેન્ટ મશીન દ્વારા ST બસના મુસાફરો માટે ‘ટીકીટ સેવા’નો આજથી પ્રારંભ
- રાજ્યના મુસાફરોને સુવિધા માટે નવીન વધુ ૪૦ ‘રેડી બિલ્ટ મિડિ બસો’ને ગાંધીનગરથી લીલી ઝંડી
ગાંધીનગર : વડાપ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતને એસટી દ્વારા ૨,૦૦૦ જેટલા UPI પેમેન્ટ મશીનનો અમલ કરીને બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ટીકીટ સેવાનો આજે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવામાં આવ્યો છે. આ UPI પેમેન્ટના અમલથી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને કંડકટરને રોકડ અથવા છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે સમયની પણ બચત થશે.
વાહન વ્યવહાર મંત્રી સંઘવી દૂરદૂરના ગામડા-શહેરોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ તેમજ વડીલોને મુસાફરીની શ્રેષ્ઠ અને સલામત સવારી માટે ગુજરાત એસટીની હજારો બસો કાર્યરત છે. ગુજરાત એસટી નિગમ દ્વારા નવી ૪૦૦ બસ પૈકી બાકીની ૪૦ બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.- વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વધુ ૨,૦૦૦ જેટલી નવીન આધુનિક બસો નાગરીકોની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ, પ્રવાસન ધામોમાં જવા-આવવા માટે વધુને વધુ નવીન બસોની સુવિધા શરૂ કરવામાં આવશે જેથી ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.
જનતાનો સ્નેહ અને સંતોષ એ જ રાજ્ય સરકારની સિદ્ધિ !
આ પહેલ દ્વારા એસ.ટી.ના મુસાફરોને પેમેન્ટ વ્યવહારોમાં સરળતા રહેશે અને આ નિર્ણયને મળેલો આવકાર એ " ડિજિટલ ઈન્ડિયા " ની સર્વત્ર સફળતાનું પણ વર્ણન કરે છે. https://t.co/a0l9wDwtGq
— Harsh Sanghavi (@sanghaviharsh) October 26, 2023
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યના મુસાફરોની સુવિધામાં વધારો કરવા ગાંધીનગર એસટી ડેપોમાંથી વધુ ૪૦ નવીન રેડી બિલ્ટ મિડિ ૨x૨ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિયત માપદંડ સાથે તૈયાર કરાયેલી ભારત સ્ટેજ-૬ રેડી બિલ્ટ મિડિ ૨x૨ બસમાં ૩૩ આરામદાયક બેઠક વ્યવસ્થા, લેગ રૂમ, ઇન્ટીરીયર પેનલીંગ, સર્વિસ ડોર, રીવર્સ કેમેરા,વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ-પેનિકબટન, એક્શટીગ્યુશર બોટલ, ફાયર ડીટકશન એન્ડ એલાર્મ સિસ્ટમ, ઈમરજન્સી ડોર, સહિતની સુવિધા ઉપલબ્ધ છે જેની પ્રતિ બસ કિંમત અંદાજે રૂ. ૨૭ લાખ છે.
🔸 ગાંધીનગર ડેપો ખાતેથી વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યની જનતામાં સેવામાં જી.એસ.આર.ટી.સી. ની ૪૦ નૂતન મીડી બસો પ્રજાર્પણ કરી.
🔸 ડિજિટલ યુગ સાથે કદમ મિલાવતા એસ.ટી.વિભાગમાં QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવાનો પણ શુભારંભ કરાવ્યો.
🔸 આ સુવિધાથી જાહેર પરિવહનની સેવા વધુ… pic.twitter.com/aOs85JkhAw
— Harsh Sanghavi (@sanghaviharsh) October 25, 2023
આ લોકાર્પણ પ્રસંગે વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગુજરાત એસ ટી નિગમના એમ ડી ગાંધી સહિત એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટના બે જજ સુનાવણી દરમિયાન ઝઘડી પડ્યા