ટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢ ભાજપે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી

Text To Speech
  • છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની અંતિમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં ચાર નામોની જાહેરાત કરી છે.

Chhattisgarh election 2023: છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની અંતિમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં ચાર નામોની જાહેરાત કરી છે. રાજેશ અગ્રવાલને અંબિકાપુરથી ટિકિટ મળી છે, પાર્ટીએ દીપેશ સાહુને બેમેત્રાથી ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે. આ સાથે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ છત્તીસગઢની તમામ 90 સીટો પર પોતાના રાજકીય યોદ્ધાઓને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે 17 ઓગસ્ટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારબાદ 9 ઓક્ટોબરે 64 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. આ પછી 15 ઓક્ટોબરે ત્રીજી યાદીમાં બહાર પાડી હતી. જ્યારે આજે 25 ઓક્ટોબરે ચાર બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે ભાજપે રાજ્યની કુલ 90 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આ પણ વાંચો: Election 2023 : ભાજપે મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જુઓ યાદી

આ પણ વાંચો: છત્તીસગઢ ચૂંટણી 2023: BJPની બીજી યાદી જાહેર, રમણ સિંહને આ બેઠક પરથી ટિકિટ

છત્તીસગઢમાં ચૂંટણી ક્યારેં ?

છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે. આ ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં સરકાર બનાવવાનો કર્યો દાવો

Back to top button