ટ્રેન્ડિંગનેશનલ

ઉજ્જૈનની દુષ્કર્મ પીડિતાને સરકાર ભૂલી ગઈ, મદદના નામે માત્ર 1500રૂ મળ્યા

  • ઉજ્જૈનમાં એક મહિના પહેલા બાળકી દુષ્કર્મનો ભોગ બની હતી
  • હજુ સુધી સરકાર અને વહીવટીતંત્રની મદદ તેના સુધી પહોંચી નથી
  • બીજેપી ઉમેદવાર સુરેન્દ્ર સિંહ ગરેવારે 1500 રૂપિયાની મદદ કરી

ઉજ્જૈનઃ  મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક મહિના પહેલા લોહીથી લથપથ બાળકી અડધા કપડામાં અનેક દરવાજા ખખડાવતા હોવાની તસવીરે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ઉજ્જૈનનો સમગ્ર પોલીસ વિભાગ હરકતમાં આવ્યો હતો અને આખરે બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લીધો હતો. આ પછી સરકારે મોટા વચનો આપ્યા. હવે બાળકી તેના ઘરે પહોંચી ગઈ છે. તેની તબિયત સારી છે પરંતુ સરકારી વચનોના ઘા હજુ પણ છે.

ઉજ્જૈનમાં એક ઓટોરિક્ષા ચાલકે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી પીડિતા અડધા કપડા અને લોહીથી લથપથ હાલતમાં શેરીઓમાં મદદ માટે વિનંતી કરતી રહી.પણ બધાએ આંખ આડા કાન કર્યા. જોકે, બાદમાં એક સાધુએ તેની મદદ કરી અને પછી પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરાવી.જ્યાં સારવાર બાદ તે 12મી ઓક્ટોબરે પોતાના ઘરે ગઈ હતી. જ્યારે તેનો આરોપી પકડાયો ત્યારે સરકારે મોટા વચનો આપ્યા હતા.

પીડિતાનું ઘર સતના હેડક્વાર્ટરથી 20 કિલોમીટર દૂર આવેલું છે, પરંતુ આ ઘટનાને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં હજુ સુધી સરકાર અને વહીવટીતંત્રની મદદ તેના સુધી પહોંચી નથી. પીડિતા એક ઘાંસવાળી ઝૂંપડીમાં રહે છે. જ્યાં તે હજુ પણ ડરી જાય છે. તેમના ઘરમાં હજુ પણ માટીનો ચૂલો છે. પાણી લેવા માટે તેને તેની કાકી સાથે લગભગ 300 મીટર દૂર એક નળ પર જવું પડે છે. પીડિત પરિવારનું કહેવું છે કે ગામમાં અસ્પૃશ્યતા ચરમસીમાએ છે. પીડિતા અનુસૂચિત જાતિના દોહર સમુદાયની છે.

જાતિવાદના કારણે અમારી વાત સાંભળવામાં આવતી નથી

તેના ભાઈની ફરિયાદ છે કે ગામના સરપંચ અને વહીવટીતંત્રે તેની સામે પાછું વળીને જોયું નથી. તેમના ગામમાં લગભગ 700 મતદારો છે, જેમાંથી અડધા ઉચ્ચ જાતિના છે અને અડધા દલિત છે. પીડિતાના ભાઈએ કહ્યું કે અમે નીચલી જાતિના છીએ અને જો ઉચ્ચ જાતિના લોકો હોત તો અમારી વાત સાંભળવામાં આવી હોત. આંકડા પણ દર્શાવે છે કે રાજ્યમાં દલિતોની સ્થિતિ વધુ સારી નથી.

બીજેપી ઉમેદવારે કરી 1500 રૂપિયાની મદદ

પીડિતાના પરિવાર અને તેના પડોશીઓનું કહેવું છે કે પીડિતા ઘરે પરત ફર્યા બાદ તેને સૌથી મોટી મદદ આ વિસ્તારના બીજેપી ઉમેદવાર સુરેન્દ્ર સિંહ ગરેવાર તરફથી મળી હતી. નેતાજી તેમની તબિયત પૂછવા આવ્યા હતા અને કુલ 1500 રૂપિયાની મદદ કરી જેથી તેઓ ઘર માટે થોડું રાશન લાવી શકે. પરિવારે દાવો કર્યો હતો કે તેમને સરકાર તરફથી એક માત્ર મદદ મળી છે જે દર મહિને ₹600નું સામાજિક ન્યાય પેન્શન છે. એવું લાગે છે કે સ્ત્રી સન્માન, લાડલી લક્ષ્મી, લાડલી બહેન અને મહિલા આરક્ષણ જેવા શબ્દસમૂહો કદાચ પીડિતા માટે નથી. એક મહિના પહેલા તે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી હતી અને હવે તે તંત્રની ઉપેક્ષાનો ભોગ બની છે.

આ પણ વાંચો, ગુજરાત હાઈકોર્ટના બે જજ સુનાવણી દરમિયાન ઝઘડી પડ્યા

Back to top button