અમદાવાદમાં આ વિસ્તારમાં રૂ. 74 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવાશે


- બે વર્ષ કરતાં વધુ સમય સુધી વાહનચાલકોને હાલાકી
- બ્રિજ તૈયાર થયા પછી 1.5 લાખ લોકોને લાભ મળશે
- ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે
અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં રૂ. 74 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવાશે. કામગીરી સોંપાયા પછી બે વર્ષમાં બ્રિજ તૈયાર થશે. તેમજ બે વર્ષ સુધી વાહનચાલકોને હાલાકી પડશે. તથા લંબાઈ 652 મીટર, પહોળાઈ 17 મીટર સાથે બ્રિજ તૈયાર થયા પછી 1.5 લાખ લોકોને લાભ મળશે.
કામગીરી પૂરી કરવા માટેની મુદત બે વર્ષની રહેશે
ફ્લાયઓવરની કામગીરી સોંપવામાં આવ્યા પછી કામગીરી પૂરી કરવા માટેની મુદત બે વર્ષની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પાંજરાપોળ જંક્શન ખાતે રૂ. 73.95 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવવાની કવાયત હાથ ધરવામા આવી છે. આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તરફ જતા રોડ પર તૈયાર થનારા પાંજરાપોળ ફ્લાયઓવરની લંબાઈ 652 મીટર અને પહોળાઈ 17 મીટર રાખવામાં આવશે. આ ફ્લાયઓવરની કામગીરી સોંપવામાં આવ્યા પછી તેની કામગીરી પૂરી કરવા માટેની મુદત બે વર્ષની રહેશે.
બે વર્ષ કરતાં વધુ સમય સુધી વાહનચાલકોને હાલાકી
પાંજરાપોળ ખાતે ફ્લાયઓવર બનાવવાની કામગીરી પૂરી થાય ત્યાં સુધી એટલેકે બે વર્ષ કરતાં વધુ સમય સુધી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આ ફ્લાયઓવર તૈયાર થઈ ગયા પછી અંદાજ દોઢ લાખ જેટલા વાહનચાલકોને લાભ થશે અને તેમનો સમય, ઈંધણની બચત થશે. આ ફ્લાયઓવર તૈયાર થઈ ગયા પછી આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તેમજ નહેરૂનગરથી ગુજરાત યુનિવર્સિટી વાહનોની અવર જવર કરવામાં વાહનચાલકોને વધુ સરળતા રહેશે.
ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે
આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તરફ જતા રોડ પર પાંજરાપોળ જંક્શન ખાતે ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે અને ટેન્ડર મંજૂર થયા પછી કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવ્યા પછી પાંજરાપોળ ખાતે ફ્લાયઓવર બનશે. આ ફ્લાયઓવર બનાવવાની કામગીરી ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.