ટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપ 2023 : આફ્રિકા સામે બાંગ્લાદેશનો 149 રનથી પરાજય

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં મંગળવારે (24 ઓક્ટોબર) એક ખૂબ જ નીરસ મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 383 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી. આ હાર સાથે બાંગ્લાદેશી ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ રીતે આફ્રિકાની ટીમે 149 રનના માર્જિનથી મેચ જીતી લીધી હતી. 383 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ શરૂઆતથી જ સંઘર્ષ કરતી જોવા મળી હતી. તેણે 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ 81 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. આ પછી મહમુદુલ્લાએ ઇનિંગ સંભાળી અને નસુમ અહેમદ સાથે 41 રનની ભાગીદારી કરી હતી.

મહમુદુલ્લાહે સદી ફટકારી, પણ મેચ ન જીતાડી શક્યા

મહમુદુલ્લાહે મુસ્તફિઝુર રહેમાન સાથે 9મી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરીને ટીમને વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી હારમાંથી બચાવી હતી. પરંતુ મહમુદુલ્લાહ પણ ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. આ પછી આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે મહમુદુલ્લાહે 111 બોલમાં 111 રનની તોફાની સદીની ઇનિંગ રમી હતી. લિટન દાસે 22 રન બનાવ્યા હતા. સદી ફટકારીને, મહમુદુલ્લાહે દક્ષિણ આફ્રિકા પાસેથી વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાની તક છીનવી લીધી. મહમુદુલ્લાહ અને લિટન સિવાય કોઈ બાંગ્લાદેશી બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નથી. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કો જેન્સેન, લિઝાર્ડ વિલિયમ્સ અને કાગિસો રબાડાએ 2-2 વિકેટ લીધી હતી. કેશવ મહારાજે 1 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની વિકેટ

1મું: તનજીદ હસન (12), વિકેટ- માર્કો જેન્સેન 30/1
2જી: નઝમુલ હુસેન સાન્ટો (0), વિકેટ- હેનરિક ક્લાસેન 30/2
ત્રીજો: શાકિબ અલ હસન (1), વિકેટ- લિઝાર્ડ વિલિયમ્સ 31/3
ચોથો: મુશફિકુર રહીમ (8), વિકેટ- ગેરાલ્ડ કોએત્ઝી 42/4
પાંચમો: લિટન દાસ (22), વિકેટ- કાગિસો રબાડા 58/5
છઠ્ઠો: મેહદી હસન મિરાજ (11), વિકેટ- કેશવ મહારાજ 81/6
સાતમો: નસુમ અહેમદ (19), વિકેટ- ગેરાલ્ડ કોએત્ઝી 122/7
આઠમો: હસન મહમૂદ (15), વિકેટ- કાગિસો રબાડા 159/8
નવમો: મહમુદુલ્લાહ (111), વિકેટ- ગેલોર્ડ કોએત્ઝી 227/9
દસમો: મુસ્તાફિઝુર રહેમાન (11), વિકેટ- લિઝાર્ડ વિલિયમ્સ 233/10

બાંગ્લાદેશી ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ

આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી 5 માંથી 4 મેચ જીતી છે. ટીમ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશી ટીમની 5 મેચમાં આ ચોથી હાર છે. જો તે તેની બાકીની 4 મેચ જીતી જાય તો પણ તેના માત્ર 10 પોઈન્ટ જ રહેશે. આ રીતે, તે હવે સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

ડી કોકે 174 રનની તોફાની ઇનિંગ રમી હતી

આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 5 વિકેટ ગુમાવીને 382 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. આફ્રિકા માટે ઓપનર ક્વિન્ટન ડી કોકે 140 બોલમાં 174 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. તે દરમિયાન તેણે 7 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી હેનરિક ક્લાસને 49 બોલમાં 90 રન બનાવ્યા હતા. કેપ્ટન એડન માર્કરામે 69 બોલમાં 60 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 2 વિકેટ લીધી હતી. શૌરીફુલ ઈસ્લામ, મેહદી હસન મિરાજ અને શાકિબ અલ હસનને 1-1 સફળતા મળી હતી.

સાઉથ આફ્રિકાની વિકેટ

પ્રથમ વિકેટ: રીઝા હેન્ડ્રીક્સ (12), વિકેટ- શોરીફુલ ઈસ્લામ 33/1
બીજી વિકેટ: રાસી વાન ડેર ડુસેન (1), વિકેટ- મેહદી હસન મિરાજ 36/2
ત્રીજી વિકેટ: એઇડન માર્કરામ (60), વિકેટ- શાકિબ અલ હસન 167/3
ચોથો: ક્વિન્ટન ડી કોક (174), વિકેટ- હસન મહમૂદ 309/4
પાંચમો: હેનરિક ક્લાસેન (90), વિકેટ- હસન મહમૂદ 374/5

Back to top button