અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

અમદાવાદની 3 કંપનીઓમાંથી ઝડપાઈ રૂ.5 કરોડની નશીલી દવા

Text To Speech
  • દિલ્હી NCBના અમદાવાદમાં દરોડાથી ખળભળાટ
  • પાર્કોટિક હેલ્થ કેરનાં ડાયરેકટરની ધરપકડ
  • NDPS એક્ટ હેઠળ NCBએ કાર્યવાહી કરી

દિલ્હી NCBએ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં અમદાવાદમાં દવાની 3 કંપનીમાં દરોડા પાડ્યા છે. તેમાં પાર્કોટીક હેલ્થ કેર, કોપીડ હેલ્થસ્યુટીકલ્સ તથા નૈમિદ હેલ્થસ્યુટીકલ્સ પર NCBએ દરોડા પાડ્યા છે. તેમજ પાર્કોટિક હેલ્થકેરના ડાયરેક્ટર જેનીસ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે.

5 કરોડની નશીલી દવા જપ્ત કરાઈ

આ અંગે મળતી વધુ માહિતી મુજબ, NCB એ નશીલી દવા બનાવતી કંપનીઓ તથા હોલસેલર પર દરોડા પાડ્યા છે. જેમાં અલગ અલગ કંપનીઓમાંથી 194 જેટલા બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં નશીલી દવાઓની અંદાજે કિંમત 5 કરોડ છે. દિલ્હીની NCB ટીમે અલગ અલગ કંપનીઓમાં દરોડા પાડ્યા છે. NDPS એક્ટ હેઠળ NCBએ કાર્યવાહી કરી છે. જેના કારણે ખળભળાટ મચી ગયો છે.

અગાઉ મહારાષ્ટ્રમાં દરોડા પાડવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર)માં અગાઉ અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે ડીઆરઆઇના અધિકારીઓ સાથે મહારાષ્ટ્ર જીઆઇડીસીમાં આવેલી શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની ધ્વાની ફેક્ટરીમાં દરોડો પાડીને જીતેશ હિન્ગેરિયા (પટેલ) અને તેના પાર્ટનર સંદીપકુમાર કુમાવત (ઔરંગાબાદ) સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને ફેક્ટરી, ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન 30 કિલો કોકેઇન, સાડા ચાર કિલો મેકેડ્રોન, સાડા ચાર કિલો જેટલુ કેટામાઇન અને 10 કિલો જેટલું મેફેડ્રોન ઉપરાંત, ડ્રગ્સ બનાવવાનું કેમીકલ અને 30 લાખની રોકડ જપ્ત કરવામાંઆવી હતી. જેના આંતરરાષ્ટ્રીય બજાર કિમંત 500 કરોડ જેટલી અંદાજવામાં આવી હતી.

Back to top button