કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

પશ્ચિમ રેલવે ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ટ્રેન સ્ટેશનમાં બદલાવ

Text To Speech

ભાવનગર: પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશન યાર્ડમાં 6ઠ્ઠી લાઇનના કામ માટે લેવામાં આવતા બ્લોકને કારણે ભાવનગર-બાંદ્રા-ભાવનગર (12972/12971) અને વેરાવળ-બાંદ્રા-વેરાવળ (19218/19217) ટ્રેનોને તારીખ 24/10/2023 થી તારીખ 26/10/2023 સુધી અસર થશે.

  • ભાવનગર ડીવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદ ના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:

પશ્ચિમ રેલવે- ભાવનગર

1. વેરાવળથી 24.10.2023 અને 25.10.2023ના રોજ દોડતી વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન (19218) બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
2. બાંદ્રાથી 25.10.2023 અને 26.10.2023ના રોજ દોડતી બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન (12971) બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશનથી ઉપડશે.
3. ભાવનગર ટર્મિનસથી 24.10.2023 અને 25.10.2023ના રોજ દોડતી ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન (12972) બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
4. બાંદ્રાથી 25.10.2023 અને 26.10.2023ના રોજ દોડતી બાંદ્રા-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન (19217) બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશનથી ઉપડશે.

ઉપરોક્ત ટ્રેનોના સ્ટેશનમાં તારીખ 24/10/2023 થી તારીખ 26/10/2023 સુધી બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો: તમામ રજવાડાંના વંશજોનું સન્માન કરવા ગુજરાતમાં ચાલી રહી છે તૈયારી!

Back to top button