ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અનુરાગ ઠાકુરે મહુઆ મોઈત્રા પર કર્યો પ્રહાર, ‘રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા સાથે ભ્રષ્ટાચાર…’

Text To Speech

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે TMC સાંસદ મહુઆ મોઇત્રા પર સવાલ પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર મામલો ભ્રષ્ટાચારનો છે.

BJP નેતા અનુરાગ ઠાકુરે કહ્યું, “રાષ્ટ્રીય સુરક્ષા એક મહત્વપૂર્ણ વિષય છે. સંસદ સંબંધિત માહિતી છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાની સાથે ભ્રષ્ટાચારનો પણ મામલો છે. તપાસ ચાલી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે તપાસ વહેલી તકે પૂર્ણ થાય અને યોગ્ય પગલાં લેવામાં આવે.

મહુઆ મોઇત્રાએ શું કહ્યું?

મહુઆ મોઇત્રાએ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે અદાણી કેસમાં તેને ચૂપ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. મોઇત્રાએ તાજેતરમાં પોસ્ટ કર્યું હતું. તેણે વધુમાં કહ્યું, “મારી પાસે અદાણી-નિર્દેશિત મીડિયા સર્કસ ટ્રાયલ અથવા ભાજપના ટ્રોલ્સનો જવાબ આપવાનો સમય કે રસ નથી. ” તેણીએ કહ્યું, ”હું નાદિયામાં દુર્ગા પૂજા મનાવી રહી છું. શુભો ષષ્ઠી.

શું છે આરોપ?

BJP સાંસદ નિશિકાંત દુબેએ TMC નેતા મહુઆ મોઈત્રા પર સંસદમાં સવાલ પૂછવાના બદલામાં પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. હિરાનંદાની ગ્રૂપના સીઈઓ દર્શન હિરાનંદાનીએ પણ એફિડેવિટમાં દાવો કર્યો હતો કે તેમણે અદાણી ગ્રૂપના મામલામાં પ્રશ્નો પૂછવા માટે મોઇત્રાને પૈસા ચૂકવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાના હેતુથી આવું કરવામાં આવ્યું હતું.

Back to top button