ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રક્ષામંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો સાથે વિજયાદશમીની ઉજવણી કરી

Text To Speech

તવાંગ: દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશના તવાંગમાં LAC પાસે ભારતીય સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે શસ્ત્ર પૂજા પણ કરી હતી. રક્ષા મંત્રીએ ભારતીય સેનાના જવાનો સાથે વાત કરી અને તેમને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી.  આ પછી તેમણે તવાંગ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પણ રક્ષા મંત્રીની સાથે હતા. આ અવસરે તેમણે કહ્યું કે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઝડપથી વધી રહી છે કારણ કે દેશના જવાનોએ ભારતની સરહદોને સુરક્ષિત રાખી છે.

જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં દેશે આર્થિક વિકાસ સાધ્યો છે. વિશ્વના લોકો માનવા લાગ્યા છે કે ભારત આર્થિક રીતે મજબૂત બની રહ્યું છે. સૈન્ય શક્તિના સંદર્ભમાં પણ ભારતની તાકાત વધી છે. તમે જે મુશ્કેલ સંજોગોમાં દેશની સરહદોનું રક્ષણ કરો છો તેની પૂરતી પ્રશંસા કરી શકાય નહીં. દેશવાસીઓને તમારા પર ગર્વ છે. રાજનાથ સિંહે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની ગ્રાઉન્ડ રિયાલિટીનો પણ જાયજો લીધો. આ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પણ રક્ષા મંત્રીની સાથે હતા.

છેલ્લા કેટલાક સમયથી રાજનાથ સિંહ દશેરા પર શસ્ત્રપૂજન કરી રહ્યા છે. જ્યારે તેઓ દેશના ગૃહમંત્રી હતા ત્યારે પણ તેમણે આ કામ કર્યું હતું. આ પહેલા વર્ષ 2022માં તેઓ ચમોલી જિલ્લાના ઔલી ખાતે આર્મી કેમ્પ પહોંચ્યા હતા અને શસ્ત્રોની પૂજા કરી હતી.

આ પણ વાંચો: ચીન સાથે સરહદી તણાવ મુદ્દે રાજનાથ સિંહનું કડક વલણ, સંરક્ષણ મંત્રી સાથે ન મિલાવ્યો હાથ

Back to top button